Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

પ્રદેશ ભાજપ અગ્રણીઓ રાજનૈતિક પ્રવાસે

 પ્રદેશ ભાજપની યોજનાનુસાર વિધાનસભા ચુંટણી અંતર્ગત રાજયના તમામ ૧૮૨ વિધાનસભા મત વિસ્તારોની ગતિવિધિઓ મેળવવા પ્રવાસો ગોઠવવામાં આવ્યા છે. તે અંતર્ગત રાજકોટ મહાનગર ખાતે પણ વિધાનસભા ૬૮ માં પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઇ હુંબલ, વિધાનસભા ૭૦ માં રાજયના પૂર્વ મંત્રી જવાહરભાઇ ચાવડા, વિધાનસભા ૭૧ માં પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા સહીતના અગ્રણીઓના નેતૃત્વ હેઠળ રાજનૈતિક પ્રવાસો આરંભાયા છે. આ તકે સાંસદ રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કશ્યપ શુકલ, અશોક લુણાગરીયા, દિવ્યરાજસિંહ ગોહિલ, પરેશ હુંબલ, અનિલભાઇ પારેખ, રમેશભાઇ દોમડીયા, અનિલ લીંબડ, રાજુભાઇ મુંધવા, સંદીપ ડોડીયા, મીનાબેન પારેખ, કીરીટ ગોહેલ, દીપક પનારા, સીી. ટી. પટેલ, દિનેશ ચૌહાણ, કાનાભાઇ ઉઘરેજા, પરેશ પીપળીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉઘરેજા, રાજુભાઇ બોરીચા, રાજુભાઇ માલધારી, સંજય પીપળીયા, સંજય બોરીચા, હરસુખભાઇ માંકડીયા, ભરત શીંગાળા, ફર્નાન્ડીઝ પાડલીયા સહીતના સાથે જોડાયા હતા. વિવિધ વિસ્તારો ફરી મંડલ સમિતિઓની તૈયારી, આગામી કાર્યક્રમોની સમીક્ષા, મુખ્ય જુથો, જાતિ સમુદાયો સાથે ચર્ચા વિચારણા, વિધાનસભા સીટના અહેવાલો તૈયાર કરવા સહીતની પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી. કાર્યકર્તાઓના ઘેર ભોજન, રાત્રી રોકાણ કરી માર્ગદર્શન અપાશે. તેમ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવાયુ છે.

(3:31 pm IST)