Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

બેડી નાકા - રૈયા નાકા ટાવરોમાં રિપેરીંગ - લાઇટો નખાઇ : દર્શીતાબેન શાહની રજૂઆત સફળ

ઘડિયાલોમાં કાચ નાખવામાં આવ્‍યા : ચાલુ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઇ

રાજકોટ તા. ૬ : ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરાને શહેરના હેરીટેજ જેવા બેડીનાકા ટાવર તથા રૈયા નાકા ટાવરના પ્રશ્ન સંદર્ભ અગાઉ રજૂઆત કરેલ કે રાજકોટમાં હેરીટેજ એવા  બેડી નાકા ટાવર તથા રૈયા નાકા ટાવર આવેલ છે. જે આપણી સંસ્‍કૃતિની વિરાસત છે. તેની જાણવણી પણ જરૂરી છે.

રજૂઆતમાં મુખ્‍યત્‍વે બંને ટાવરોની ઘડિયાળો પુનઃચાલુ કરવા. તેમજ અહી એવું પણ જાણવામાં આવેલ છે કે અસામાજિક તત્‍વો રાત્રીના સમયે નાની મોટી તોડફોડ કરે છે. જેથી અહી વિજીલન્‍સ સુરક્ષા વિભાગ દ્વારા રાત્રીના સમયે ચેકિંગ હાથ ધરવા તેમજ ઉપર ટાવરમાં ઉપર જવા માટેના મુખ્‍ય દરવાજા તથા બારીઓમાં લોખંડની જાળી નાખવા. જેથી રાત્રીના સમયે અસામાજિક તત્‍વો ઉપર જઈ ના શકે. તેમજ ટાવરના અંદરના ભાગમાં તથા બહારના ભાગમાં લાઈટો વધારવા. જેથી રાત્રીના સમયે અહી અસામાજિક તત્‍વો પર અંકુશ રહે. તેમજ હેરીટેજ વિરાસત સમા આ ટાવરમાં નાનું મોટું રીપેરીંગ કરવા જરૂર જણાયેલ ટાવરને ક્ષતિ ન થાય તે રીતે પથ્‍થરોમાં પાલીશ કલર કરવા.તેમજ અંદરના ભાગમાં કલર કામ કરવા ડે.મેયરની રજૂઆત અન્‍વયે સત્‍વરે કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં બંને ટાવરોની સઘન સફાઈ હાથ ધરવામાં આવેલ ટાવરમાં રહેલ બારી તથા બારણામાં લોખંડની સેફટી ગ્રીલ નાખવામાં આવેલ છે, તેમજ ઘડિયાળના કાચ બદલાવી નવા કાચ નાખવામાં આવેલ છે.

ઉપર ટાવરમાં જવા માટે મુખ્‍ય દરવાજો રીપેરીંગ કરવામાં આવેલ છે. તેમજ અંદરના ભાગમાં કલર કામ કરવામાં આવેલ છે. તેમજ ટાવરમાં નાનુ મોટું રીપેરીંગ કામ પણ પૂર્ણ કરવામાં આવેલ છે. બંને ઘડિયાળો ચાલુ કરવાની પણ પ્રકિયા પણ હાથ ધરવામાં આવેલ છે. અને ટુક સમયમાં પણ આ ઘડિયાળો પણ ચાલુ કરવામાં આવશે. તેવું વધુમાં ડે.મેયર દર્શિતાબેન શાહે જણાવેલ છે.

(3:30 pm IST)