Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ભાવનગરના રાજનૈતિક પ્રવાસે

 ભારતીય જનતા પાર્ટીની આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતની ૧૮ર વિધાનસભા ક્ષેત્રમાં પ્રદેશ ભા.જ.પ.ના આગેવાનોને ૧-૧ વિધાનસભા સીટની જવાબદારી સોંપેલ છે. જેમાં રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયાને ૩, ૪, પ જૂન (ત્રણ દિવસ) માટે ભાવનગર પૂર્વ વિધાનસભાનો રાજનૈતિક પ્રવાસ શરૃ કરેલ છે. આ રાજનૈતિક પ્રવાસના પ્રથમ દિવસે ભાવનગર પૂર્વ વિધાનસભામાં આવતા વિસ્તારોની મુલાકાત લઇને રાજકીય સમીક્ષાઓ કરેલ અને વિકાસ કામોના લોકાર્પણ કરેલ અને ખાતમુહુર્ત તેમના દ્વારા કરવામાં આવેલ. ભારતીયડ જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે આ વિધાનસભાની અંદર આવતા વિસ્તારોમાં બેઠકો કરીને આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. પ્રથમ દિવસના અંતે પ્રધાનમંત્રી આવાસમાં ભોજન લીધું. પ્રથમ દિવસના પ્રવાસમાં ભાવનગર શહેર પ્રમુખ રાજીવભાઇ પંડયા, મહામંત્રી યોગેશભાઇ બદાણી, અરૃણભાઇ પટેલ, ડી. બી. ચુડાસમા તેમજ ભા.જ.પ.ના વિસ્તારના આગેવાનો જોડાયેલ હતા. તેમ પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયાની યાદીમાં જણાવેલ.

(3:30 pm IST)