Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૭૮ P.R. સાથે ધ્રુવ મીરાણીની સુવર્ણ સિધ્‍ધિ

રાજકોટ તા. ૬ : ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું જાહેર થયેલા પરિણામમાં શ્રી એસ.જી. ધોળકીયા સ્‍કૂલમાં અભ્‍યાસ કરનાર ધ્રુવ હરીશભાઈ મીરાણીએ સુવર્ણ સફળતા મેળવી છે. આ પરીક્ષામાં ૯૯.૭૮ પી.આર. મેળવીને એ-૧ ગ્રેડમાં પણ ટોચનું સ્‍થાન હાંસલ કર્યું છે.
હરીશભાઈ મીરાણી (મો. ૯૪૨૬૪ ૪૮૧૦૦) અને ધર્મિષ્ઠાબેન મીરાણીના તેજસ્‍વી પુત્ર ધ્રુવે ધો. ૧૦માં પણ ૯૮.૯૯ પી.આર. અને ૮૬.૧૭ ટકા મેળવ્‍યા હતા. હવે ધો. ૧૨ કોમર્સની પરીક્ષામાં પણ ધ્રુવે ૯૩ ટકા હાંસલ કર્યા છે. કુલ ૭ પૈકી ૪ વિષયમાં એ-૧ ગ્રેડ મેળવ્‍યો છે જેમાં સેક્રેટેરીયલ પ્રેકટીસમાં ૯૭ માર્ક, નામાના મૂળતત્‍વોમાં ૯૫, આંકડાશાષામાં ૯૨, અર્થશાષામાં ૯૩ ગુણ મેળવ્‍યા છે. જયારે વાણિજય વ્‍યવસ્‍થામાં ૯૦, ગુજરાતીમાં ૮૯, અંગ્રેજીમાં ૮૮ માર્ક મેળવ્‍યા છે. કુલ ૭૦૦માંથી ૬૪૪ હાંસલ કરીને મીરાણી પરિવારનું ગૌરવ વધાર્યું છે. ધ્રુવ મીરાણી ‘સાંજ સમાચાર'ના સિનિયર પત્રકાર કેતન મીરાણી (મો.નં. ૯૪૨૬૨ ૧૬૬૦૦)ના ભત્રીજા અને કપીલ મીરાણીના મોટા ભાઈ થાય છે.

 

(3:28 pm IST)