Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

મોબાઇલ આઇડી પર ક્રિકેટનો સટ્ટો રમતો અનિલ પકડાયોઃ મનિષ રંગાણીનું નામ ખુલ્‍યું

સાધુ વાસવાણી રોડ પર મનમંદિર કોલ્‍ડ્રીંક્‍સ પાસે યુનિવર્સિટી પોલીસનો દરોડો

રાજકોટ તા. ૬: સાધુ વાસવાણી રોડ પર મનમંદિર કોલ્‍ડ્રીંક્‍સ પાસેથી ઇંગ્‍લેન્‍ડ-ન્‍યુઝિલેન્‍ડ વચ્‍ચેના ટેસ્‍ટ મેચ પર મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમતાં અનિલ સેવકરામ તલાડીયા (ઉ.૪૯-રહે. સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક, પામસીટી વીંગ-ઇ, ફલેટ નં. ૩૦૪)ને યુનિવર્સિટી પોલીસે પકડી લઇ મોબાઇલ ફોન અને રોકડ કબ્‍જે લેવામાં આવી હતી.
અનિલે પુછતાછમાં મનિષ રંગાણી પાસેથી આઇડી લીધાનું કબુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, યુવરાજસિંહ ઝાલા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, કોન્‍સ. ગોપાલસિંહ, વનરાજભાઇ, બલભદ્રસિંહ અને બ્રિજરાજસિહે સિધ્‍ધરાજસિંહ અને ગોપાલસિંહને મળેલી બાતમી પરથી આ કામગીરી કરી હતી.  

 

(3:26 pm IST)