Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ભક્‍તિનગર પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલ્‍યોઃ વિશાલ પકડાયો

હેડકોન્‍સ. દિલીપભાઇ બોરીચા, સંજયભાઇ, મનિષભાઇ ચાવડા અને વિશાલભાઇની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૬: કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસેથી ભક્‍તિનગર પોલીસે કોઠારીયા સોલવન્‍ટ પાસે શક્‍તિનગર-૧માં રહેતાં વિશાલ રાજેશભાઇ કુહાડીયા (ઉ.૨૪)ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો છે. મોજશોખ માટે વાહન ચોરી કર્યાનું રટણ કર્યુ હતું.
ડી. સ્‍ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. દિલીપભાઇ બોરીયા, સંજયભાઇ ચાવડા, મનિષભાઇ ચાવડા અને વિશાલભાઇ દવેને મળેલી બાતમી પરથી આગળ નંબર વગરના ટુવ્‍હીલર સાથે પકડી લેવાયો હતો. પાછળની પ્‍લેટમાં જીજે૦૩એફજી-૪૭૧૫ લખેલા હતાં. વાહનના કાગળો આ શખ્‍સ રજૂ ન કરી શકતાં વિશેષ પુછતાછ થતાં તેણે આ વાહન ભવનાથ પાર્ક રામેશ્વર વાડી પાછળથી ચોરી કર્યાનું કબુલ્‍યું હતું. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી વી. એમ. રબારીની સુચના અને પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એચ. એન. રાયજાદા અને ટીમે આ કામગીરી કરી હતી. અગાઉ પણ આ શખ્‍સ આજીડેમમાં વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો.

 

(3:25 pm IST)