Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

મોબાઇલ ફોનની ચિલઝડપ કરીને ભાગેલા ફારૂક અને અલ્‍તાફ પકડાયા

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ હુણ અને ટીમે દબોચી લીધા


રાજકોટ તા. ૬: શહેરમાં થોડા દિવસ પહેલા મોબાઇલ ફોનની ચીલઝડપનો બનાવ બન્‍યો હતો. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી બે શખ્‍સો ફારૂક અલ્લારખા ખુંભીયા (ઉ.૨૪-રહે. એકડેએક બાપુની દરગાહ પાસે, વસીલા ચોક જામનગર) અને અલ્‍તાફ અમઝદભાઇપઠાણ (ઉ.૨૦-રહે. ભગવતીપરા જયપ્રકાશનગર-૧૪/૮)ને ગોંડલ રોડ ચોકડીએથી હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત અને કોન્‍સ. નગીનભાઇ ડાંગરની બાતમી પરથી પકડી લીધા હતાં.
આ બંને શખ્‍સોએ એક મહિલા પગપાળા ફોનમાં વાત કરતાં ચાલીને જતાં હતાં ત્‍યારે ફોનની ચિલઝડપ કરી હતી અને ભાગી ગયા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ, પ્રદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા સહિતે આ કામગીરી કરી હતી. ઝડપાયેલા બંને શખ્‍સો વધુ કેટલા ગુનામાં સામેલ છે? તેની તપાસ થઇ રહી છે. (૧૪.૧૦)

 

(3:24 pm IST)