Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ધોળકીયા સ્‍કુલની વિજય પતાકાઃ ધો. ૧૦માં બોર્ડ ફર્સ્‍ટમાં પ વિદ્યાર્થી : સ્‍કુલની શ્રેયા ગોહેલે ઈતિહાસ સજર્યો : કુલ ૬૦૦માંથી પ૯૧ માર્કસ : નવો રેકોર્ડ

રાજકોટ : આજે ધો. ૧૦નું આમ જોઇએ તો કંગાળ પરિણામ આવ્‍યું છે, આમ છતાં આવા પરિણામમાં પણ ગુજરાતની વિખ્‍યાત રાજકોટની ધોળકીયા સ્‍કૂલ ગ્રુપે મેદાન માર્યુ છે, અને બોર્ડ ફર્સ્‍ટ નંબરે સ્‍કુલના પ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઝળકી ઉઠયા છે, ધોળકીયા સ્‍કુલની આ વિજય પતાકાએ ધો. ૧ર કોમર્સ બાદ ધો. ૧૦ માં ડંકો વગાડી દીધો છે, સ્‍કુલ ગ્રુપના સર્વેસર્વા શ્રી કૃષ્‍ણકાંત ધોળકીયા, જીતુભાઇ ધોળકીયા, તથા સમગ્ર શિક્ષક અને વહીવટી સ્‍ટાફ ખુશીની લહેર તાજ સાથે ઝૂમી ઉઠયા હતા, દરેક બોર્ડ ફર્સ્‍ટ-બોર્ડમાં અને કેન્‍દ્રમાં ઝળકનાર ૬૦ થી ૭૦ વિદ્યાર્થીઓ-વાલીઓનું ભાવભર્યુ સ્‍વાગત કરાયું હતું. ધોળકીયા સ્‍કુલમાં બોર્ડમાં ૩૦ અને કેન્‍દ્રના થઇને કુલ ૬૦ થી વધુ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે. તેમાં પણ ધોળકિયા સ્‍કુલની શ્રેયા ગોહેલે આખુ ગુજરાત સર કરી ઇતિહાસ સર્જી દિધો છે, ૬૦૦માંથી પ૯૧ માર્ક મેળવી નવો રેકર્ડ સ્‍થાપિત કર્યો છે. સ્‍કુલના ૬૪૦ થી વધુ વિદ્યાર્થીઓને ૯૦ પીઆર થી વધુ આવ્‍યા તે પણ એક અનેરી સિધ્‍ધિ છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(3:22 pm IST)