Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

બી.એસ.એન.એલ.ના નિવૃત ઓફીસરની ટેક્ષ અપીલ મંજુરઃ લાખોની ટેક્ષેબલ ઇન્‍કમ માફ કરાઇ

વ્‍યાજ-પેનલ્‍ટી-ટેક્ષની સંપૂર્ણ ડીમાન્‍ડ માફઃ મહત્‍વનો ચુકાદો

રાજકોટ, તા.૬: ઇન્‍કમટેકસ એકટ અંગેનો એક મહત્‍વનો ચુકાદો.
સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટના પોસ્‍ટ એન્‍ડ ટેલીગ્રાફ (પી.એન્‍ડ ટી.) ડીપાર્ટમેન્‍ટમા વર્ષ- ૧૯૮૪માં નિમણુંક પામેલા ત્‍યારબાદ ભારત સરકારના ડીપાર્ટમેન્‍ટ ઓફ ટેલીકોમ્‍યુનિકેશનમાં ઓફીસર તરીકે ફરજ બજાવનાર અને ત્‍યારબાદ ભારત સરકાર નિગમ લીમીટેડ (બી.એસ.એન.એલ)મા ઓફીસર તરીકે ફરજ બજાવનાર રાજકોટના વતની એમ.એલ.ભોરણીયા માસ એપ્રિલ-૨૦૧૯ મા સર્વીસમાંથી સેવાનિવૃત થયેલ ત્‍યારે ભોરાણીયાભાઇને ઇન્‍કમટેક્ષ ડીપાર્ટમેન્‍ટે રૂા.૧૩,૯૭૭૧૦/ ટેક્ષેબલ ગણી ડીમાન્‍ડ નોટીસ આપેલ અને વ્‍યાજ પણ ડીમાન્‍ડ કરેલ હતું.
ભારત સરકારના મીનીસ્‍ટ્રી ઓફ  ફાઇનાન્‍સના ઇન્‍કમટેક્ષ ડીપાર્ટમેન્‍ટના કમીશનર ઓફ ઇન્‍કમટેક્ષે તા.૨૬-૫-૨૦૨૨ના રોજ પંડયા એન્‍ડ કંપનીના એડવોકેટસની રજુઆતને ધ્‍યાને લઇ ભોરાણીયાભાઇની ઇન્‍કમટેક્ષ અપીલ મંજુર કરેલ છે અને ઢીલ માફ કરેલ છે. તેમજ ભોરાણીયાભાઇના ઇન્‍કમટેક્ષ ડીપાર્ટમેન્‍ટે રૂા.૧૩,૯૭,૭૧૦/ ટેક્ષેબલ નથી તેમ ઠરાવેલ છે અને વ્‍યાજ, પેનલ્‍ટી, ટેક્ષ અને સંપૂર્ણ ડીમાન્‍ડ માફ કરેલ છે.
આ કામમા ભોરાણીયાભાઇના એડવોકેટ તરીકે રાજકોટની પંડયા એન્‍ડ કંપની એડવોકેટસ એન્‍ડ લો કન્‍સલ્‍ટન્‍ટના જનકભાઇ પંડયા, એડવોકેટ કુમારભાઇ પંડયા, તથા મોનાર્કભાઇ પંડયા, એડવોકેટ એ લીગલ રજુઆતો કરેલ હતી.

 

(3:20 pm IST)