Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

પત્ર વ્‍યવહારથી સંસ્‍કૃત ભાષા શીખો

પ્રવેશ, પરિચય, શિક્ષા અને કોવિદ એમ ચાર છ માસિક સત્રોમાં અભ્‍યાસ, પ્રમાણપત્ર અપાશે

રાજકોટઃ આપણા વેદો, શાષાો, પુરાણો, પ્રાચીન સાહિત્‍ય એ અતિ સમૃધ્‍ધ અને પોતીકો ભાષા વૈભવ ધરાવતી સંસ્‍કૃત ભાષામાં છે. આપણા ઋષિઓ પાસેથી મળેલા આ અમૂલ્‍ય વારસાને સાચવવા સંસ્‍કૃત ભાષાનું જતન-સંવર્ધન અત્‍યંત આવશ્‍યક છે. આ વારસો માત્ર સંસ્‍કૃત ભાષાનું જતન-સંવર્ધન અત્‍યંત આવશ્‍યક છે. આ વારસો માત્ર સંસ્‍કૃત ભાષાની પ્રશંસા કરવાથી નહી, પરંતુ તેને વ્‍યવહારમાં લાવવાથી પરિણામ લક્ષી બનાવી શકાય. દેવભાષા સંસ્‍કૃત લોકોની પ્રિય ભાષા બની રહે તે માટેની વ્‍યવહારિક બાબતોની આવશ્‍યકતાને ધ્‍યાનમાં લઇને સંસ્‍કૃત-ભારતી ગુજરાતના ઉપક્રમે પત્રાચાર(પત્રવ્‍યહાર)થી સંસ્‍કૃત શીખવા માટે નો આયોજન બધ્‍ધ અભ્‍યાસક્રમ સુનિヘતિ કરેલ છે.જેમાં બે વર્ષના સમયગાળામાં પ્રવેશ, પરિચય, શિક્ષા અને કોવિદ એમ ચાર છ માસિક સત્રોમાં ક્રમશઃ અભ્‍યાસ કરવાનો રહે છે. એક સત્રનું પંજીકરણ / પ્રવેશ શુલ્‍ક રૂા.૩૦૦ છે. જેમા બાર પાઠોનું આકર્ષક પુસ્‍તક ઘેર બેઠા મેળવી શકાશે. પરીક્ષા પણ ઘેર બેઠા આપી શકાશે. જેમા ઉત્તીર્ણ થનારને પ્રમાણપત્ર મળશે. આ અભ્‍યાસક્રમની વિશિષ્‍ટતા એ છે. કે તેમાં અનુラકૂળ સમયે જોડાઇ શકાય છે. જયારે પંજીકરણ-પ્રવેશ લઇએ ત્‍યાર થી છ માસના સત્રનો પ્રારંભ ગણાય છે.અને પાંચ માસ પૂરા થયે પરીક્ષાનું પ્રશ્નપત્ર મોકલવામાં આવે છે.
 પત્રાચાર દ્વારા સંસ્‍કૃત શીખવા માટેનું પ્રવેશપત્ર, શુલ્‍કને સંસ્‍કૃત ભારતીના બેંક ખાતામાં જમા કરાવવાની વિગતો તથા વિશેષ માહિતી ગીતા વિદ્યાલય ખાતે ઉપલબ્‍ધ છે.આ અભ્‍યાસક્રમમાં છાત્રો, ગૃહિણીઓ, શિક્ષકો, નિવૃત નાગરિકો, નોકરીયાત વર્ગ, વ્‍યાપારીઓ રસપૂર્વક જોડાઇ શકે છે. આ અભ્‍યાસક્રમમૉ પ્રવેશ લેનારને ગીતા વિદ્યાલયના સંસ્‍કૃત પ્રચાર-પ્રસાર કાર્યના ભાગરૂપે ઉપયોગી પુસ્‍તક સંપૂટ સાથેની સ્‍મૃતિ ભેટ આપવામાં આવશે.
સર્વે શિક્ષિતજનોને, બૌધ્‍ધિક નાગરિકોને દેવભાષા સંસ્‍કૃતના સંવર્ધન માટેના પત્ર વ્‍યવહારથી સંસ્‍કૃત શીખવાના આ અભ્‍યાસ ક્રમમાં જોડાવા માટે તથા વધુ માહિતી માટે જંકશન પ્‍લોટ, પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટમાં સંપર્ક કરવાનું  ડો. કષ્‍ણકુમાર મહેતા મો. ૯૮૯૮૩૧૮૨૮૬ની યાદીમાં જણાવાયું છે.

 

(3:19 pm IST)