Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

રાષ્ટ્રીય પશુ અધિકાર દિને અમદાવાદમાં અનોખો કાર્યક્રમ યોજાયો

રાજકોટ, તા. ૬ : ૫ જૂનના રોજ સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડન ખાતે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવણી એવાં અબજો પ્રાણીઓને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવે છે ૨૫ વોલન્ટીયરોએ દિવા પ્રગટાવીને પુષ્પાંજલી અર્પણ કરી અને બે મિનિટ મૌન પાળ્યું. આ પછી પ્રાણીઓના મૂળભૂત અધિકારો અને માનવ-પ્રાણી સમાનતા માટે કામ કરવાની પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ ઇવેન્ટમાં જોવા મળ્યું કે વોલન્ટીયરોનું એક ગ્રુપ વીડિયો અને પોસ્ટર બતાવીને જાગૃતિ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. તેઓએ ૧૦૦થી વધુ વ્યકિતઓ સાથે પ્રાણી અધિકારો અને પર્યાવરણ વિષે ચર્ચા કરી.  દર વર્ષે, જૂનનો પહેલો રવિવાર સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીય પશુ અધિકાર દિવસ તરીકે મનાવવામાં આવે છે, એટલે કે પ્રાણીઓ માટે એકઠા થવું અને તેમના હક માટે કામ કરવું. આ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ સાથે જોડાયેલો હતો. આ ઇવેન્ટ ગુજરાતના વીગન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જે વોલન્ટીયરોનું એક ગ્રુપ છે. તેઓ આપણા રોજિંદા જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં કેવી રીતે પ્રાણીક્રૂરતાનો સમાવેશ થાય છે તેના વિશે જાગૃતિ લાવવા માટે પ્રવૃત્તિઓ કરે છે. આ ઈવેન્ટનું આયોજન ભારતના ૨૦ થી વધુ શહેરોમાં કરવામાં આવ્યું હતું. અમદાવાદ ચેપ્ટરના આયોજક શિખા જૈને જણાવ્યું હતું કે, લોકો આ કાર્યક્રમ વિશે ઉત્સુક હતા. દરવાજા પાછળ પ્રાણીઓનું શું થાય છે અને તે પર્યાવરણની અસર સાથે કેવી રીતે સંકળાયેલું છે તે જોઈને તેઓ ચોંકી ગયા.

(3:18 pm IST)