Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

શાપર-વેરાવળના અપહરણના આરોપી અને ભોગ બનનારને રૂરલ પોલીસે ઝડપી લીધા

એન્‍ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનીટના સ્‍ટાફે ચાંગોદરથી દબોચી લીધા

રાજકોટ તા. ૬ : શાપર-વેરાવળના અપહરણના ગુન્‍હામાં એક વર્ષથી વોન્‍ટેડ આરોપી ભોગ બનનારને ચાંદોર પંથકમાં રૂરલ પોલીસે ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ દ્વારા ગુમ અપહરણ થયેલ બાળકોને શોધવા સુચના થયેલ હોય જે અન્‍વયે શાપર પો.સ્‍ટે. ફ.ગુ.રનં. ૯૦૭/ર૦ર૧ આઇ.પી.સી.૩૬૩, ૩૬૬ ના કામે એક વર્ષથી આરોપી તથા ભોગબનનાર મળી આવેલ ન હોય આ કામે લાંબા સમયથી કેસ પેન્‍ડીંગ હોય તપાસ એએચટીયુને સોપવામાં આવેલ જે કામે નોડલ ઓફીસર એલ.સી.બી. પોલીસ ઇન્‍સ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એએચટીયુ શાખાના ઇ.ચા. પોલીસ ઇન્‍સ ટી.એસ.રીઝવીએ તથા ટીમ. હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સ્‍પોર્ટથી આરોપી તથા ભોગ બનનારની માહીતી મેળવી આ કામના આરોપી મહેન્‍દ્ર ઉર્ફે કાળુ વિનોદભાઇ મકવાણા ઉ.રર રહે. મુળગામ મોટાત્રાડિયા તા.ધંધુકા તથા મોરૈયા તા.સાંણદ વાળાને ભોગ બનનાર સાથે ચાંગોદર તા.સાંણદ જી.અમદાવાદ ખાતેથી શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

આ કાર્યવાહીમાં એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના એએસઆઇ જુગતભાઇ તેરૈયા પીસી મનોજભાઇ બાયલ, પીસી મયુરભાઇ વિરડા પી.સી. પ્રફુલ્લભાઇ પરમાર તથા ડબલ્‍યુપી સી મનિષાબેન ખીમાણીયા જોડાયા હતા.

(1:37 pm IST)