Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

કરણપરાના ચિરાગ કોટેચાનું બેભાન હાલતમાં મોતઃ પરિવારે દોઢ વર્ષમાં બે કંધોતર ગુમાવ્‍યા

મૃતકના ભાઇએ અગાઉ કોરોનાકાળમાં બેકારીને કારણે આપઘાત કર્યો હતો

રાજકોટ તા. ૬: કરણપરા શેરી નં. ૪માં રહેતાં ચિરાગભાઇ પ્રવિણભાઇ કોટેચા  (ઉ.વ.૩૬) નામના યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. દોઢ વર્ષ પહેલા આ યુવાનના ભાઇએ આપઘાત કરી લીધો હતો. પરિવારે બંને કંધોતર ગુમાવી દેતાં કલ્‍પાંત સર્જાયો હતો.
ચિરાગભાઇ સાંજે આઠેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં એ-ડિવીઝનના હેડકોન્‍સ. મુકેશભાઇ કરમટાએ જરૂરી કાર્યવાહી કરી હતી. ચિરાગભાઇ બે ભાઇમાં નાનો અને અપરિણિત હતો તેમજ તે દરજી કામ કરતો હતો. તેના પિતા પ્રવિણભાઇ નિવૃત એસટી કંડકટર છે. તેમણે કહ્યું હતું કે દોઢ વર્ષ પહેલા મારા મોટા પુત્ર આશિષે કોરોનાકાળમાં બેકારીથી કંટાળી ટ્રેન હેઠળ કપાઇને આપઘાત કયો હતો. હવે બીજા પુત્રનું હાર્ટએટેકથી મૃત્‍યુ થયું છે. દોઢ વર્ષમાં બબ્‍બે આધારસ્‍તંભ કંધોતર ગુમાવતાં  પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

 

(1:06 pm IST)