Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

દારૂ પી છરી સાથે બૂલેટ પર નીકળેલો રણજીત પકડાયો

ભક્‍તિનગર પોલીસે કેદારનાથના ગેઇટ પાસે પકડયો

રાજકોટ તા. ૬: ગોંડલ રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ પર પુનિતનગર પાસે ખોડિયારનગર-૧/૬ના ખુણે રહેતો રણજીત ભૂપતભાઇ કલાણીયા (ઉ.૩૦) દારૂ પીધેલી હાલતમાં બૂલેટ નં. જીજે૦૩૬એલસી-૦૨૦૬ હંકારી સાથે છરી રાખીને કેદારનાથ સોસાયટીના ગેઇટ પાસેથી નીકળતાં ભક્‍તિનગર પીઆઇએલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએઅસાઇ એચ. એન. રાયજાદા અને સ્‍ટાફે તેને પકડી લીધો હતો. ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી વી. એમ. રબારીએ શરીર સંબંધી ગુના ન બને તે માટે સતત ચેકીંગ કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત આ કાર્યવાહી થઇ હતી.

 

(1:04 pm IST)