Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

શુક્રવારે હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન, શનિવારે સંગીત સંધ્‍યા અને રવિવારે હસાયરો

કવિ કુમાર વિશ્વાસને સાંભળવાનો લ્‍હાવો મળશે : મુંબઈ, અમદાવાદના ગાયકો જમાવટ કરશે : માયાભાઈ આહિર, ધીરૂભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમા હાસ્‍યરસ પીરસશે : સરગમ કલબ દ્વારા જાહેર જનતા માટે વિનામૂલ્‍યે ત્રિવેણી સંગમ કાર્યક્રમ
રાજકોટ : સંસ્‍કળતિક અને સેવાકીય પ્રવળત્તિ કરતી સંસ્‍થા સરગમ કલબ દ્વારા તા.૧૦, ૧૧ અને ૧૨ જૂન (શુક્ર, શનિ, રવિ) એમ ત્રણ દિવસ માટે રેસકોર્સ મેદાનમાં રમેશ પારેખ રંગદર્શન જાહેર જનતા માટે ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે. આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ નું સૌથી મોટું આકર્ષણ હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન છે જેમાં દેશના પ્રખ્‍યાત કવિ અને વ્‍યંગકાર કુમાર વિશ્વાસ ઉપસ્‍થિત રહેવાના છે.
આ કાર્યક્રમ વિશે માહિતી આપતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્‍યું હતુ કે તા.૧૦મી જૂને રાત્રે ૯ વાગે રમેશ પારેખ રંગદર્શન ખાતે જાહેર જનતા માટે હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન યોજાશે જેનું નેતળત્‍વ દેશના જાણીતા કવિ કુમાર વિશ્વાસ કરશે. કુમાર વિશ્વાસને સાંભળવા એક લ્‍હાવો હોય છે. કુમાર વિશ્વાસ ઉપરાંત જાણીતા હાસ્‍ય કવિઓ સુરેન્‍દ્ર દુબે, મનવીર મધુર, શ્‍લેષ ગૌતમ, ખુશબી શર્મા અને કુશલ શુકવાહા હાસ્‍યરસ પીરસશે.
બીજા દિવસે એટલે કે તા. ૧૧મી જુન એ રાત્રે ૯ વાગ્‍યે રેસકોર્સમાં જ મ્‍યુઝીકલ મેલોઝ પ્રસ્‍તુત સંગીત સંધ્‍યા યોજાશે. રાજુ ત્રિવેદી પ્રસ્‍તુત આ સંગીત સંધ્‍યામાં ગોવિંદ મિશ્રા (મુંબઈ), નાનું ગુર્જર (મુંબઈ), રૈના લહેરી (મુંબઈ) મનીષા કરંડીકર (મુંબઈ) અને નફીસ આનંદ અમદાવાદ) જુના નવા ગીતોની રમઝટ બોલાવશે. ભારતીબેન નાયક ગ્રૂપના મેનેજર છે.
તા. ૧૨મી જુન રાત્રે ૯ વાગ્‍યે  હસાયરો યોજાશે. આ હસયારામાં -માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમા લોકોને હસાવશે.
કાર્યક્રમ નિહાળવા આવનાર તમામ વ્‍યક્‍તિએ પોતાનું સ્‍થાન ૧૫ મિનીટ પહેલા લઇ લેવા વિનંતી કરાઈ છે.
આ કાર્યક્રમો માટે સરગમ કલબને બાન લેબ્‍સ કંપની, પુજારા ટેલીકોમ પ્રા.લી., રોલેકસ રોલ્‍ડ રિંગ્‍સ લી., જે.પી. સ્‍ટ્રક્‍ચર્સ પ્રા. લી., ક્‍લાસિક નેટવર્ક  પ્રા. લી, ડી.એમ.એલ. ગ્રુપ, અમીધારા ડેવલપર્સ પ્રા. લી. જેએમજે ગ્રૂપ રાજકોટ સહયોગ પ્રાપ્ત થયેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, સ્‍મિતભાઈ પટેલ, યોગેશભાઈ પૂજારા, મનીષભાઈ માંડેકા, જગદીશભાઈ ડોબરિયા, હરેશભાઈ લાખાણી, જીતુભાઈ બેનાણી, મયુરધવ્‍જસિંહ જાડેજા, ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, રાજેન્‍દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, મનમોહન પનારા, રાજેન્‍દ્રસિંહ ગોહેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે

 

(1:02 pm IST)