Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

જુગારની મોસમ ખીલીઃ રાજકોટ જીલ્લામાં ૪ દરોડામાં ર૩ પત્તાપ્રેમીઓ પકડાયા

કોટડાસાંગાણીના રામોદમાં ર દરોડામાં ૯, ગોંડલના મોવિયા ગામે ૭ અને ભાડલાના રાજાવડલા ગામે ૮ શખ્‍સો પત્તા ટીંચતા પકડાયા

રાજકોટ તા. ૬  જુગારની મૌસમ ખીલી હોય તેમ જીલ્લામાં અલગ-અલગ ચાર દરોડામાં ર૪ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા.

દરોડામાં કોટડાસાંગાણીના હેડ કો. એચ.યુ.પરમાર સહિતના સ્‍ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) અંકુર, જીતેન્‍દ્રભાઇ શેખડા (ર) વિમલ અમૃતભાઇ ધડુક (૩) મગન જીવરાજભાઇ ઉકાણી, તથા (૪)  જગદીશ વિઠ્ઠલભાઇ શેખડા રે. તમામ રામોદને રોકડા રૂા.૧૪૩પ૦ અનેત્રણ લાખ મળી પ૪,૩પ૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં રામોદ ગામે નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા (૧) સાગર શંભુભાઇ શેખડા, (ર) પ્રીયાંક મગનભાઇ ઉકાણી (૩) નાથા પોપટભાઇ ઉકાણી, તથા (૪) દીવ્‍યેશભાઇ ભુદરભાઇ શેખડા રે. તમામ રામોદને રોકડા રૂા. ૧પ૬૧૦ અને બે બાકઇ મળી કુલ પપ,૬૧૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ રેઇડ દરમિયાન રેનીસ ઉર્ફે ભોલો જેન્‍તીભાઇ ઉર્ફે કાળુભાઇ શેખડા નામનો શખ્‍સ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

ચોથા દરોડામાં ભાડલાના (૧) રાજાવડલા (જામ) ગામની સીમમાં મનસુખ રાયાભાઇ ધોડકીયા રહે. રાજાવડલા (જામ) વાળાનીવાડીએ મકાન પાસે જાહેરમાં જુગાર રમતા (૧) મનસુખ રાયાભાઇ ધોડકીયા, (ર) મુકેશભાઇ ધીરૂભાઇ ધોડકીયા (૩) રોહીત વિનુભાઇ ધોડકીયા (૪) રાયધન લઘરાભાઇ  ધોકડીયા (પ) જેન્‍તી પ્રેમજીભાઇ ધોડકીયા, (૬) શૈલેષભાઇ કેશુભાઇ જમોડ રે. તમામ રાજાવડલા (જામ) તા. જસદણ તથા (૭) રાજેશ દાહાભાઇ કુકડીયા, રહે. ભેટચુડા તા. ચોટીલા તથા રોકડા ૧રપ૪૦ તથા ગંજીપત્તા સાથે ભાડલાના  હેડ લાલજીભાઇ તલસાણીયા સહિતા સ્‍ટાફે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:45 am IST)