Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

શિરડીમાં આધ્‍યાત્‍મિક થીમ પાર્ક ‘સાંઇ તીર્થ'

વર્ષ ૨૦૧૮માં સાંઇભક્‍તોને એક આધ્‍યાત્‍મિક અનુભૂતિ કરાવવા માલપાણી ગ્રૂપ દ્વારા સાંઇ તીર્થનું નિર્માણ કરાયું : સાંઇ તીર્થની બહારની દિવાલો, અંદરના પીલરોમાં સુંદર કલાત્‍મક કોતરણીકામ સાથે સાંઇબાબાના મુખ્‍ય મંદિર જેવાજ સમાધી મંદિરનું નિર્માણ, પરિસરમાં રંગબેરંગી ફુવારાઓ,લાઇટીંગ, ઝુમ્‍મર વગેરેનું પણ આકર્ષણ : જોતા લાગે છે ૩ કલાકનો સમય : ટોય ટ્રેનમાં બેસીને ભારતના ૧૦ થી વધુ ધર્મસ્‍થળોની અદભૂત ‘તીર્થ યાત્રા' : સાંઈબાબાના જીવન પર આધારિત એક કલાકની ખાસ ફિલ્‍મ ‘સબકા માલિક એક' : એનિમેટ્રોનિક્‍સ અને રોબોટિક્‍સ દ્વારા ‘દ્વારકામાઇ'માં સાંઇ દર્શન : હવા, પાણી, અવાજ, સ્‍પર્શ અને હલતી સીટ સાથે 5D એનીમેશન શો ‘લંકા દહન'

શું તમને સાંઇબાબા સામે આવીને આશીર્વાદ આપે તેવું અનુંભવવું છે? શું તમારે ભારતના ૧૨ તીર્થોની યાત્રા એકજ જગ્‍યાએ કરવી છે? સાંઇબાબા ની જુની દ્વારકામાઇ કેવી લાગતી હતી તે જોવું છે? રામ ભક્‍ત હનુમાનજી લંકા દહન કરે તેનો અદભૂત અનુંભવ 5D એનીમેશનમા માણવો છે? હવે આ બધું એક જ જગ્‍યાએ જોવાનું શક્‍ય બન્‍યું છે. મહારાષ્ટ્રમાં આવેલ શિરડી સાંઇબાબાના દરબારમાં દરરોજ ૬૦,૦૦૦ થી વધુ ભક્‍તો શિષ જુકાવે છે. ત્‍યારે અહિં વર્ષ ૨૦૧૮ માં સાંઇભક્‍તોને એક આધ્‍યાત્‍મિક અનુભૂતિ કરાવવા માલપાણી ગ્રૂપ દ્વારા સાંઈબાબાને સમર્પિત ભારતનો સૌથી પહેલો આધ્‍યાત્‍મિક થીમ પાર્ક ‘સાંઇ તીર્થ'નું ખુબજ સુંદર નિર્માણ કરાયું છે. જે સાંઇ મંદિરથી માત્ર પાંચ મીનિટના અંતરે આવેલું છે. શિરડી સાંઈ બાબા સમાધિ મંદિર શહેરના મધ્‍યમાં આવેલું છે જયાં આજે લાખો લોકો સાંઇ ના ચરણોમાં શિષ જુકાવે છે. શિરડીની મુલાકાત લેનાર ભક્‍તોએ એકવાર આ અદભૂત અને અનોખા આધ્‍યાત્‍મિક થીમ પાર્ક સાંઈ તીર્થનો પણ અનુભવ અચૂક કરવા જેવો છે. જે સાંઈબાબાને સમર્પિત ભારતનો પ્રથમ ભક્‍તિ ભર્યો થીમ પાર્ક છે. સાંઈ તીર્થ એ એક પ્રકારનો મનોરંજન પાર્ક છે જે ટેક્‍નોલોજી અને મનોરંજન સાથે ભક્‍તિને જોડે છે. સાંઈ તીર્થમાં ચાર મુખ્‍ય આકર્ષણો છે. તીર્થયાત્રા, સાંઈ બાબા પર આધારિત ફિલ્‍મ - સબકા મલિક એક, દ્વારકામાઈ માં એનિમેટ્રોનિક્‍સ અને રોબોટિક્‍સ દર્શાવતો અનુભવ અને લંકા દહન જે 5D થિયેટરમાં ૫ઝ શો છે. સાંઈ તીર્થ આ મુખ્‍ય આકર્ષણો સાથે તેનું સ્‍થાપત્‍ય પણ અજાયબી ભર્યું છે. કેદારનાથ હોય કે બદ્રીનાથ, તિરુપતિ હોય કે મીનાક્ષી મંદિર, દ્વારકા હોય કે પુરી, અહીં તમે આ બધાં મંદિરોની મોહક સુંદરતાને નિહાળી ભક્‍તિમય અનુંભવ પણ મેળવી શકો છો.

૪૦,૦૦૦ ચોરસ ફૂટના વિશાળ ઇન્‍ડોર કોમ્‍પ્‍લેક્‍સમાં ફેલાયેલી સાંઇ તીર્થ મુલાકાતીને જબરજસ્‍ત અનુભવ કરાવે છે. આધ્‍યત્‍મિકતા અને આધુનિકતા ના સંગમ સમા આ પાર્કમાં સૌપ્રથમ યાત્રાળુઓ એક ટોય ટ્રેન દ્વારા ભારતના ઉતરથી દક્ષીમણ અને પૂર્વ થી પヘમિ સુધીના મુખ્‍ય ૧૦ અદભૂત મંદિરોના દર્શન કરી શકે છે. જેને ‘તીર્થ યાત્રા' એવું નામ અપાયું છે. જેમાં ટોય ટ્રેનમાં બેઠા બેઠા જ સિધ્‍ધિવિનાયક - મુંબઇ, દ્વારકા - ગુજરાત, ગંગા આરતી, કેદારનાથ, બદ્રિનાથ, પંઢરપુર - મહારાષ્ટ્ર, સુવર્ણ મંદિર - અમૃતસર, જગ્‍ગનાથ મંદિર -પુરી, મીનાક્ષી મંદિર - તમિલનાડુ, તિરૂપતિ બાલાજી - આંધ્રપ્રદેશ અને અંતમાં જુની શિરડી ના અલૌકિક દર્શનનો લ્‍હાવો મળે છે. આમાં ભગવાનના દર્શનની સાથે તે મંદિરોની આબેહુબ કલાકૃતિ અને નક્‍શીકામ પણ નિહાળી શકાય છે.

આ પછી વારો આવે છે ‘સબકા માલિક એક' નામની ફિલ્‍મનો. જેમાં  ૩૬ ફૂટ બાય ૭૨ ફીટની વિશાળ સ્‍ક્રીન સાથે બનાવેલ અત્‍યાધુનિક થિયેટર છે. સાંઈબાબાના જીવન પર આધારિત એક કલાકની ખાસ ફિલ્‍મ દરરોજ અહીં રજૂ કરવામાં આવે છે. સાંઇના જીવન ચરિત્રને રજુ કરતી આ ફિલ્‍મ જોઇ ભક્‍તો ભાવવિભોર બને છે. આ ફિલ્‍મથી સાંઇબાબાના જીવનને જાણાવવાનો અનોખો પ્રયાસ કરાયો છે. જો અમે તમને કહીએ કે અહિં સાંઈબાબા તમારી સાથે વાત કરશે, આશીર્વાદ આપશે તો નવાઇ લાગે ને? પણ અહિં એવી ઇફેક્‍ટ દ્વારા લોકો સાથે સાંઇ વાત કરતા હોય તેવું દ્રશ્‍ય ખડું કરાયું છે. આ સાંઈ તીર્થ થીમ પાર્કની મુલાકાત એ લોકોને વિશ્વાસ અને ભક્‍તિ સાથે જોડવામાં મદદ કરે છે.

સાંઇ થીમ પાર્કનું મુખ્‍ય આકર્ષણ છે ‘લંકા દહન' નામનો ૫ઝ મૂવી શો. જેને થ્રીડી ચશ્‍મા પહેરી જોવો પડે છે. જેમાં રામભક્‍ત હનુમાનજી ની કથા તથા તેઓ લંકા દહન કરે છે તે પ્રસંગને ખુબજ અદભૂત રીતે વર્ણવવામાં આવ્‍યો છે. આની વિશેષતા એ છે કે, 5D મૂવીની સાથે અનોખો અનુભવ પ્રદાન કરવા અહિં હવા, પાણી, અવાજ, સ્‍પર્શ અને હલતી સીટ રખાઇ છે જેથી લોકોને એક અલગજ પ્રકારનો અનુંભવ થાય છે. જોનારને એવું લાગે છે કે તેઓ હનુમાનજીની સાથે ચાલી રહ્યા હોય.!

એ પછી શ્રધ્‍ધાળુઓ અહિં બનાવવામાં આવેલ દ્વારકામાઈ માં ૧૦ મિનિટના શોનો અનુંભવ કરી શકે છે. જે વર્લ્‍ડ ક્‍લાસ એનિમેટ્રોનિક્‍સ અને રોબોટિક્‍સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્‍યો છે. જેમાં ૧૦૦ વર્ષ પહેલાની પ્રાચીન દ્વારકામાઈ રચના બનાવવામાં આવી છે. અહિં ૨૫૦ મુલાકાતીઓ એક સાથે બેસી શોના આકર્ષણનો લાભ ઉઠાવી શકે છે. આ સાંઇ થીમ પાર્ક એક એવી જગ્‍યા છે જેની બહારની દિવાલો અને અંદરના પીલરોમાં ખુબ જ સુંદર કલાત્‍મક કોતરણીકામ કરાયું છે. અહિં સાંઇબાબા ના મુખ્‍ય મંદિર જેવીજ પ્રતિમા અને સમાધી મંદિરનું નિર્માણ પણ કરાયું છે જયાં ભક્‍તો માથુ ટેકવે છે. અહિં પરિસરમાં રંગબેરંગી ફુવારાઓ, લાઇટીંગ, ઝુમ્‍મર વગેરે પણ આકર્ષણ જમાવે છે. અંદરજ ઉપહર ગૃહ પણ છે જયાં પેટપૂજા કરી શકાય છે. આ સાંઇ તીર્થની ઇમારત પણ કલાત્‍મક બનાવાઇ છે.

શિરડીમાં ભારતનો પહેલો ભક્‍તિમય થીમ પાર્ક, સાંઈ તીર્થ લોકો માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો છે. અહિં મંદિરોની સાથે વૈવિધ્‍યસભર ભારત જેમકે ભાષા, સંગીત, સંસ્‍કૃતિ, ખોરાક, પોશાક, બધું જ જોઇ શકાય છે. શિરડી સાંઈબાબા મંદિર ની સાથે એકવાર આ અજાયબીના સાક્ષી બનવા જેવું છે. શિરડી હવે સાંઈબાબા મંદિર ની સાથે સાંઈ તીર્થ ખાતેના વધુ દસ મંદિરોની મોહક સુંદરતા માટે પણ જાણીતું બન્‍યું છે. આ આખા આધ્‍યાત્‍મિક થીમ પાર્કને જોતા લગભગ ૩ કલાક જેટલો સમય લાગે છે. ભક્‍તિ પ્રવાસમાં એક માઈલસ્‍ટોન સમાન ભારતના આ પ્રથમ આધ્‍યાત્‍મિક થીમ પાર્કમાં સાંઈબાબાના જાણે આશીર્વાદ મળ્‍યાનો અનુભવ કરી શકાય છે. આ સાંઇ તીર્થ થીમ પાર્ક નિહાળવાનો સમય સવારે ૧૦ થી સાંજના ૬ સુધીનો છે. મોટા માટે રૂ. ૩૯૯ જયારે ૩ વર્ષ થી ઉપરના બાળકો માટે રૂ. ૩૪૯ ટીકીટ રખાઇ છે. જેનું ઓનલાઇન બુકિંગ પણ થાય છે.

Õþåë_Ö ÚZëí

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(10:29 am IST)