Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ઝીમ્બામ્બે તથા અફઘાનિસ્તાન વચ્ચે ચાલતી વન ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં ચિરાગ વ્યાસને લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૨ ટીમે પકડ્યો

રાજકોટ: ગાંધીગ્રામ ગાંધીનગર સોસાયટી શેરી નં.૨ રાજ ગોકુલ પાન ચોક પાસે જાહેર રોડ ઉપરથી ચીરાગ દીલીપભાઇ વ્યાસ (ઉ.વ.૪૦ રહે. અક્ષર નગર શેરી નં.૪ ગાંધીગ્રામ લાખના બંગલાની આગળ)ને ઝીમ્બામ્બે તથા અફઘાનિસ્તાન વચ્ચે ચાલતી વન ડે ક્રિકેટ મેચ પર રન ફેરનો રૂપિયાની હારજીતનો જુગાર રમતો હોઈ હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી, અમીનભાઇ ભલુર તથા મનીષભાઇ સોઢીયાની બાતમી પરથી પકડી લઈ મોબાઇલ  કિ.રૂ.૬,૦૦૦નો કબ્જે લેવાયો છે.

પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, સયુંકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ અને ડીસીપી ઝોન 2 સુધિરકુમાર દેસાઇની સૂચના મુજબ વિસ્તારમા પેટ્રોલીંગ દરમિયાન આ કામગીરી પો સબ ઇન્સ. એ.એલ.બારસીયા, હેડકોન્સ હરપાલસિંહ જાડેજા,  વિરેન્દ્રસિંહ ઝાલા, રાહુલભાઇ ગોહેલ, કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી, અમિનભાઇ ભલુર, જયપાલસિંહ સરવૈયા, ધર્મરાજસિંહ ઝાલા તથા મનિષભાઇ સોઢીયાએ કરી હતી.

(10:41 am IST)