Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

કોઠારીયા રોડ જુના હુકડો કવાટર પાસેથી દિપક કડીયાને વિદેશી દારૂના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો

રાજકોટ: શહેર, વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ સંદતર બંધ કરાવવા મળેલી સૂચના અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ, રણજીતસિંહ પઢારીયા તથા કોન્સ. વિજભાઇ મેતાને સંયુકત રીતે બાતમી મળતા કોઠારીયા રોડ, અરવિંદભાઇ મણીયાર હુડકો કવાટર જુના નંબર-૭૦, “યોગીરાજ" ખાતે રહેતા દીપક પ્રવીણભાઇ કાચા-કડીયા (ઉ.વ.૩૨ ધંધો-વેપાર)ને રૂ. ૧૩૦૧૦ની દારૂની બોટલો સાથે પકડી લીધો છે.

     પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ તથા ખાસ પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ એહમદ, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ પોલીસ ડી.વી.બસીયાની સૂચના મુજબ આ કામગીરી પીઆઇ વાય. બી. જાડેજા તથા ટીમના કર્મચારીઓ એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ પી. ઝાલા તથા પો. હેડ કોન્સ. રણજીતસિંહ જી.પઢારીયા, તથા વિરેન્દ્રસિંહ વી. ઝાલા, તથા પો.કોન્સ. કુલદિપસિંહ રામદેવસિંહ જાડેજા, વિજયભાઇ ઉકભાઇ મેતા તથા શૈલેષભાઇ અશ્વિનભાઇ નેચડા સહિતે કરી છે.

(10:39 am IST)