Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

હું એક અઠવાડિયામાં હું રાજકારણમાં એન્ટ્રી લઇશ કે નહીં તે જણાવીશ: નરેશભાઈ પટેલનું મોટું નિવેદન

રાજકોટમાં એક ખાનગી જીમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સી આર પાટીલ અને ખોડલધામના નરેશભાઈ પટેલ એક સાથે જોવા મળતા અનેક અટકળો

રાજકોટમાં એક ખાનગી જીમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સી આર પાટીલ અને ખોડલધામના નરેશભાઈ  પટેલ એક સાથે જોવા મળતા અનેક અટકળો સેવાઈ રહી છે. નરેશભાઈ  પટેલ ક્યારે અને કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે ત્યારે રાજકારણમાં જોડાવવાની ઈચ્છા દર્શાવ્યા બાદ 3થી વધુ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પણ નરેશ પટેલ હજુ સુધી કોઈ નિર્ણય પર પહોંચ્યા નથી. ત્યારે આજે મીડિયા મિત્રો આ અંગે દ્વારા તેમણે કરવામાં આવેલા સવાલમાં તેમણે જણાવ્યું હતું કે એક સામાજિક કાર્યક્રમમાં સી આર પાટીલ સાહેબ અને મારા હસ્તે જિમનું ઉદ્ઘાટન થયું છે.દરેક જિમ ભાઈઓ મારી હાર્દિક શુભકામના છે. હું એક અઠવાડિયામાં હું રાજકારણમાં એન્ટ્રી લઇશ કે નહીં તે જણાવીશ

(10:00 am IST)