Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

રાજકોટનું ભાજપ કાર્યાલય સમગ્ર દેશમાંથી સૌથી બેસ્ટ કાર્યાલય બનશે: સી.આર.પાટીલ

રાજકોટમાં ભાજપના બની રહેલા નવા કાર્યાલયની સી,આર,પાટીલે મુલાકાત લીધી

રાજકોટમાં ભાજપના બની રહેલા નવા કાર્યાલયની ભાજપના પ્રદેશ અધ્યક્ષ  પાટીલે મુલાકાત લીધી હતી.કમલમ કાર્યાલયના કામની સમીક્ષા બાદ પાટીલનું નિવેદન આપ્યું હતું કે રાજકોટનું કાર્યાલય સમગ્ર દેશમાંથી સૌથી બેસ્ટ કાર્યાલય બનશે. આગામી 2-3 મહિનામાં કાર્યાલયનું કામ પૂર્ણ થશે. અમિતભાઈ  શાહ અધ્યક્ષ હતા ત્યારે આ ઝુંબેશ શરૂ કરાઇ હતી. સી.આર.પાટીલ સાથે ભરત બોઘરા, કમલેશ મિરાણી સહિતના નેતાની હાજરી આપી હતી.

(10:00 am IST)