Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

શહેરમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર ધોસ: ૧૪ પકડાયા: છરી સાથે બે પકડાયા: ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પેરોલ ફર્લો સ્ક્વોડના દરોડા

ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી.વી. બસિયાની સૂચના મુજબ પીઆઇ વાય.બી. જાડેજા, જે.વી. ધોળા, જે.ડી. ઝાલા અને ટીમોની કાર્યવાહી

રાજકોટ: શહેરમાં દેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા અને હથિયારો લઈ રખડતા શખ્સોને શોધી કાઢવા યોજાયેલી ડ્રાઈવમાં 14ને દારૂ , આથા સાથે અને 2 શખ્સને છરી સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે પકડી લીધા છે.

 પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ  તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાએ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને પ્રોહીબીશનની ગેર કાયદેસર પ્રવૃતિ સામે ઝીરો ટોલરેન્સની નીતીથી કામગીરી કરવા સુચના આપેલ હોઇ તેમજ રાજકોટ શહેરમા બનતા શરીર સબંધી ગુન્હાઓ અટકાવવા સુચના આપી હોઈ જે અન્વયે  પોલીસ ઇન્સ, વાય. બી. જાડેજા તથા જે.વી,ધોળા તથા જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને કેસ શોધી કાઢવામાં આવ્યા હતાં. તેમજ છરી સાથે બે શખ્સોને પકડી પાડવામા આવેલ છે

 દરોડામાં દેશી દારૂ સાથે (૧) પરસોતમ કરશનભાઇ રાઠોડ દેવીપુજક ઉ.વ.૨૨ રહે. થોરાળા કુબલીયાવાડી કાઠે (૨) સાગર દીપકભાઇ રાઠોડ દેવીપુજક ઉ.વ. ૨૧ રહે. ભાવનગર રોડ આજીડેમ પાસે, (૩) ધીરૂ શીતલદાસ માઘેચા ઉ.વ.૪૫ રહે. જંકશનપ્લોટ રાજકોટ (૪) ભાવેશ હરીભાઇ ચૌહાણ ઓડ ઉ.વ. ૫૫ રહે. ભવાની નગર શેરી નંબર-૪ (૫) કમળાબેન  રમેશ પરમાર ઉ.વ.૫૨ રહે. આજીડેમ ચોકડી પાસે પેટ્રોલપંપ પાછળ (૬) તેજલબેન શની ઝાલા દેવીપુજક ઉ.વ. ૨૫ રહે. થોરાળા બાપાસીતારામ નગર રાજકોટ (ભઠી તથા દેશી દારૂ) (૭) સુમનબેન  દીનેશ ચુડાસમા ઉ.વ.૩૦ રહે. કુબલીયાપરા રાજકોટ (ભઠી તથા દેશી દારુ), (૮) સંગીતા વિજભાઇ વાઘેલા ઉ.વ. ૨૫ રહે.કાલવડ રોડ બૌધ્ધવિહાર સામે, (૯)શન્ની લક્ષ્મણભાઇ દલસાણીયા જાતે કોળી ઉ.વ. ૨૦ રહે. જંગલેસ્વર રાધાકૃષ્ણ સોસાયટી, (૧૦)મનસુખ બાબુભાઇ ચુડાસમા  ઉ.વ. ૩૪ રહે. ઢેબર કોલોની પાસે નારાયણનગર શેરી નંબર -૧૦, (૧૧)રામ ઉર્ફે રામજી જગુભાઇ વાઘેલા દેવીપુજક ઉ.વ. ૩૭ રહે. સ્વાતીપાર્ક મેઇન રોડ કોઠારીયા રોડ (૧૨)હસુબેન  વિભાભાઇ દશાડીયા દેવીપુજક ઉ.વ. ૫૯ રહે. સોમનાથ ઇન્ડ એરીયા જીનીયસ એન્ટરપ્રાઇઝ સામે કોઠારીયા રોડ, (૧૩) રંજન રમેશભાઇ સનુરા ઉ.વ. ૪૦ રહે. જામનગર રોડ ઉમીયાધાર મ.પરા, (૧૪) રેખા ભુપતભાઇ ચૌહાણ ઉ.વ. ૪૦ રહે. રૈયાધાર મ.પરા રાજકોટ (દારૂનો આથો) સાથે પકડી લેવાયા હતા. 

જ્યારે બે શખ્સ (૧) નિલેષ હરેશભાઇ નારવાણી ઉ.વ.૨૭ રહે. રેલનગર આસ્થા ચોક ગોવર્ધન એપાર્ટમેન્ટ અને (૨) કનુ ટોપલણભાઇ ભારવાણી ઉ.વ.૪૦ રહે. પરસાણાનગર શેરી નંબર -૧ને છરી સાથે પકડી લેવાયા હતાં

આરોપીઓ પાસેથી (૧) દેશી દારૂ લીટર-૧૨૬ કિ.રૂા.૨,૫૨૦ (૨) દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૬૦૦ કિ.રૂા.૧૪૦૦ તથા (૩) દેશી દારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો કિ.રૂા.૧૨૧૦ (૪) છરી-૨ મળી કુલ રૂા.૫,૩૩૦નો મુદામાલ કબ્જે થયો છે.

આ કામગીરી પોલીસ ઇન્સ. વાય.બી.જાડેજા તથા જે.વી.ધોળા, જે.ડી.ઝાલા તથા પો.સબ.ઇન્સ. એ.બી.વોરા, એમ.જે.હુણ, બી.વી.બોરીસાગર તથા આર.જે.કામળીયા, કે.ડી.પટેલ, એન.ડી.ડામોર, બી.ટી.ગોહીલ, ડી.બી.ખેર તથા ટીમોએ કરી છે.

(10:59 am IST)