Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સોરઠિયા રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટઃ ભાવનગરની રાજશકિત ઇલેવન ચેમ્પીયન

રાજકોટઃ પૂ. દેશળ ભગત, પૂ. સંપૂર્ણાનંદજી બાપુ તથા મહામુકતરાજ સંત પૂ. દેવુ ભગતના આશિષ અને પ્રેરણાથી સોરઠિયા રાજપૂત સમાજ આયોજીત સોરઠિયા રાજપૂત પ્રીમિયર ટલેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ-ર૦૧૮નું આયોજન પ્રમુખ વિજયભાઇ ચૌહાણના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ ચાર દિવસીય ટેનીસ ટુર્નામેન્ટ માટે યુવા સંગઠન પ્રમુખ મુકુન્દભાઇ રાઠોડ તથા કાર્તિકભાઇ ચૌહાણની યુવા ટીમ દ્વારા જબરદસ્ત મહેનત ઉઠાવાઇ હતી. કુલ ૧૮ ટીમોએ ભાગ લીધેલ. જેમાં ૩ ટીમો ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર અને ભાવનગરની હતી. સમગ્ર ટીમોના કુલ ર૭૦ યુવા ક્રિકેટરોએ સતત ચાર દિવસ ક્રાઇસ્ટ કોલેજના ગ્રાઉન્ડમાં પોતાનું વિવિધ કૌશલ્ય દર્શન કરાવેલ. મેચ શરૂ થતાં પહેલા દરેક ખેલાડીઓને હરિવંદના કોલેજના સૌજન્યથી મળેલ ટી-શર્ટ તથા મેચના અંતે સમાજના વિવિધ અગ્રણીઓ દ્વારા શીલ્ડ તથા સન્માનપત્ર આપવામાં આવેલ. ફાઇનલમાં રાજકોટની શકિત ઇલેવનને હરાવી ભાવનગરની રાજશકિત ઇલેવન ચેમ્પીયન બની હતી. સેમી ફાઇનલ વિજેતા, ફાઇનલ વિજેતા, મેન ઓફ ધી મેચ, બેસ્ટ ફીલ્ડર, બેસ્ટ બોલર વિગેરે ખેલાડીઓને ભૂજથી પધારેલ ડો. કૃષ્ણકાંત વાઘેલા, પરમાર સાયકલવાળા પ્રવિણભાઇ પરમાર, દિપક મોટર્સવાળા કિશોરભાઇ રાઠોડ, સમાજના મહિલા ક્રિકેટરો રીનાબેન ડાભી, નેહા ચાવડા, તથા કલ્પાબેન ચૌહાણ વિગેરેના હસ્તે શીલ્ડ તથા ઇનામ વિતરણ કરાયેલ. મેચમાં અમ્પાયર તરીકે સર્વશ્રી ધીરેનભાઇ રાઠોડ, જીતેન્દ્રભાઇ પરમાર, નિલેષભાઇ ચૌહાણ, માનદ્દ સેવા આપેલ. ગ્રાઉન્ડીંગ કામગીરી દિપભાઇ લુણાગરીયા, નિરવભાઇએ સેવા આપેલ. સમગ્ર ટુર્નામેન્ટના માર્ગદર્શન તરીકે અશોકભાઇ કેશોર, અશોકભાઇ ખેર, શ્યામલભાઇ રાઠોડ, હરનેશભાઇ સોલંકી, ઘનશ્યામભાઇ ડોડીયા, અરવિંદભાઇ ચૌહાણ, લાલજીભાઇ ગોહેલ, હસમુખભાઇ મકવાણા તથા મેચના સ્કોરર તરીકે રાજેશભાઇ દલ અને ઉદ્દઘોષક તરીકે પ્રવીણભાઇ ચૌહાણે ફરજ બજાવેલ. ટુર્નામેન્ટની ફાઇનલમાં વર્લ્ડકપ એનાલીસ્ટ તથા ઓલ ઇન્ડીયા રેડીયોના કોમેન્ટેટર રહેલા સર્વશ્રી શકિતસિંહ જાડેજાએ કોમેન્ટરી પ્રસ્તુત કરેલ. સમગ્ર ટેનીસ ટુર્નામેન્ટને સફળ બનાવવા સર્વશ્રી અશોકભાઇ ચૌહાણ, મિલનભાઇ રાઠોડ, દેવાંગભાઇ ડોડીયા, અશોકભાઇ રાઠોડ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:51 pm IST)