Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

દૂધ સાગર રોડના હાઉસીંગ બોર્ડમાં સ્‍ટવ ફાટતાં દાઝેલા રૂપાબેનનું મોત

કેરોસીનને બદલ સ્‍ટવમાં ડિઝલ પુર્યુ હતું

રાજકોટ તા. ૫: દૂધ સાગર રોડ પર હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટરમાં રહેતાં રૂપાબેન નિલેષભાઇ બાવળીયા (ઉ.૨૯) તા.૩૦ના રાતે દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમનું સારવાર દરમિયાન ગત રાતે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.રૂપાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ છુટક મજૂરી કરે છે. રૂપાબેને સારવારમાં હતાં ત્‍યારે કહ્યું હતું કેરસોઇ બનાવતી વખતે સ્‍ટવ ફાટતાં ભડકો થતાં પોતે દાઝી ગઇ હતી. સ્‍ટવમાં કેરોસીનને બદલે ડીઝલ પુર્યુ હોવાનું પણ તેણીએ કહ્યું હતું. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(5:24 pm IST)