Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

દિવ્ય ગુરૃમંત્ર જપ સાધના સંપન્નઃ ડુંગર-ગિરી જૈન ભોજનાલયના ટૂંક સમયમાં પ્રારંભની ઘોષણા

પૂ. સુશાંતમુનિ મ.સા., પૂ. પારસમુનિ મ.સા. તથા સતીવંૃદના સાંનિધ્યમાં હજારો ભાવિકોએ દિવ્યતા અનુભવી માત્ર રૃા. ૧૦માં સાત્વીક જૈન ભોજન-ટીફીન અપાશેઃ બુધવારે સામુહિક આયંબીલ તપ

રાજકોટ તા. પ :.. ગોંડલ સંપ્રદાયનાં ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ. સા. એવં સદ્ગુરૃદેવ પૂ. પારસમુનિ મ.સા. તથા ગુરૃપ્રાણ પરિવાર અને બોટાદ, સંઘાણી, સંપ્રદાયનાં  મહાસતીજી વૃંદના સાનિધ્યમાં તપસ્વી માણેકચંદજી સ્વામીની ૧૦૧ મી પુણ્ય સ્મૃતિ ઉપલક્ષે રોયલ પાર્ક જૈન સંઘ સી. એમ. શેઠ પૌષધશાળામાં તા. ૪ ને રવિવારે દિવ્ય ગુરૃમંત્ર જપ સાધનામાં હજારો ભાવિકો ગુરૃભકતોએ દિવ્યતાની અનુભૂતિ સાથે આત્મિક શાંતિ અને સમાધિભાવને અનુભવ્યા. જપ સાધનામાં ૧૧૦૦ ઉપરાંત આત્મસાધકો જોડાયા હતાં. ૧૧ ચાંદીની લગડી સાથે ૧૦૧ લકકી ડ્રો રાખવામાં આવેલ.

બોટાદ સંપ્રદાયનાં પૂ. જીગિષાબાઇ મ. સ. એ ભાવવાહી ગુરૃ સમર્પણનું ભકિત સ્તવન મધુર સ્વરે રજૂ કર્યુ હતું. 'વહાવજો વરસાવજો વિકસાવજો સંભાળજો, જીવન મેં તો સોંપી દીધુ ગુરૃદેવને'. દિવ્ય મંત્ર જપ સાધના અને નવકારશીનાં લાભાર્થી અમરાપર નિવાસી હાલ મુંબઇ વિનોદચંદ્ર હરિલાલ જેચંદ દોશી પરિવાર વતી અજયભાઇ વિભાકર અને નયનભાઇ કામદાર ઉપસ્થિત રહેલ તેમનું સન્માન સંઘાણી સંપ્રદાય પ્રમુખ અશોકભાઇ કોઠારી ચાર્ટડ એકાઉન્ટન્ટ નિતીનભાઇ કામદાર, જૈન અગ્રણી નિતીનભાઇ મહેતા, ગોંડલ રોડ વેસ્ટ સંઘ પ્રમુખ કિરીટભાઇ શેઠ દ્વારા તપસ્વી ગુરૃદેવનું ચિત્રપટ અર્પણ કરી કરવામાં આવેલ.

તેમજ તપસ્વી ગુરૃદેવ સમાધિ સ્થાન જેતપુરના ટ્રસ્ટી બિપીનભાઇ ગાંધી, દેવનભાઇ ગાંધીનું સજોડે સન્માન તપસ્વી ગુરૃદેવ ચિત્રપટ અર્પણ કરી રોયલ પાર્ક સંઘ ઉપપ્રમુખ બિપીનભાઇ પારેખ, શેઠ ઉપાશ્રય ઉપપ્રમુખ શૈલેષભાઇ માઉં, તથા ૧૦૦ ગ્રામની ચાંદીની લગડી અર્પણ કરી સંઘાણી સંપ્રદાયનાં ચેરમેન મુકુંદભાઇ પારેખ, દિવ્ય ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી નરેશભાઇ મકાણી દ્વારા કરવામાં આવેલ. ભાવનાબેન વસંતભાઇ તુરખીયાનું સન્માન રોયલ પાર્ક તથા  શેઠ ઉપાશ્રયના મહિલા મંડળના હસ્તે તપસ્વી ગુરૃદેવ ચિત્રપટ અર્પણ કરી કરવામાં આવેલ.

રાજકોટમાં ટૂંક સમયમાં ડુંગરગીરી જૈન ભોજનાલયનો પ્રારંભ કરવાની અને તેમાં માત્ર ૧૦ રૃપિયામાં શુધ્ધ અને સાત્વિક જૈન ભોજન તથા ટીફીન પણ આપવાની જાહેરાત કરવામાં આવેલ. તા. ૭ ને બુધવારે તપસ્વી માણેકચંદજી સ્વામીની ૧૦૧ મી પુણ્યતિથી છે. તે ઉપલક્ષે સામુહિક આયંબિલ તપ રાખવામાં આવેલ છે. તેના પાસ તા. ૬ સુધીમાં રોયલ પાર્ક સંઘની ઓફીસમાંથી મળશે. મંગલાચરણ અને મહામાંગલિક ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ. સાહેબે ફરમાવેલ. દિવ્ય ગુરૃમંત્રજપ સાધના માં સંકલ્પ સહ ચાર મંત્રની સાધના કરાવવામાં આવેલ.

(4:01 pm IST)