Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

સરગમ કલબ દ્વારા ફુટ કેમ્‍પ સંપન્‍ન

 સરગમ કલબ દ્વારા કમાણી ફાઉન્‍ડેશનના સહયોગથી તાજેતરમાં ત્રિદિવસીય જયપુર ફુટ કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. જેમાં કેલીપર્સના ૨૫ દર્દી, લેગા ૨૩ દર્દી અને ૭ રીપેરીંગના દર્દી મળી ૫૫ દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરતમંદોને વિનામુલ્‍યે કૃત્રિમ પગ બેસાડી અપાયા હતા. અને સાથે કેલીપર્સ, ઘોડી વિનામુલ્‍યે અપાયા હતા. રાજસ્‍થાનના ડો. ગનમલ ચૌધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર, રામપ્રસાદ મેઘવાલ વગેરેએ સેવા આપી હતી. સમગ્ર કેમ્‍પને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા તથા અરવિંદભાઇ પટેલ તેમજ કમાણી ફાઉન્‍ડેશનના દીપકભાઇ કમાણી અને રશ્‍મીભાઇ કમાણીના માર્ગદર્શન હેઠળ મનીષભાઇ મારૂ, કિશોરભાઇ પરમાર, જે. કે. સરાઠે, પ્રફુલભાઇ મીરાણી, કૈલાશબેન વાળા, જયશ્રીબેન વ્‍યાસ, સુધાબેન દોશી, મધુરીકાબેન જાડેજા, અલ્‍કાબેન ધામેલીયા, હર્ષાબેન પીઠડીયા, ચેતનાબેન સવજાણી, આશાબેન ભુછડા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:31 pm IST)