Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

અબતક સુરભી રાસોત્‍સવના મેગા ફાઈનલમાં ખેલૈયાઓ વચ્‍ચે જમ્‍યો જબરો જંગ

રાજકોટઃ નવદુર્ગાની નવ નવ દિવસ આરાધના કરે છે. આજે વિજયાદશમી છે, ત્‍યારે ખેલૈયાઓ મન મૂકી અને જોશ, હરખ અને ઉત્‍સાહથી ગરબે ઘુમતા હોય છે. સૌરાષ્‍ટ્રના પ્રખ્‍યાત અને નંબર-૧ ગણાતા એવા ‘અબતક રાસોત્‍સવ'માં ‘અબતક સુરભી'નું પટાંગણ દિપી ઉઠયું હતું. નવરાત્રિમાં અંતિમ ચરણ સુધી જકડી રાખ્‍યા હતા.

કાલુ સીંગરની ટીમ પણ રંગ જમાવ્‍યો. ઓરકેસ્‍ટ્રાથી માહોલને વધુ મજબૂત બનાવી દીધો હતો. ‘અબતક સુરભી રાસોત્‍સવ'ના માનવતા મહેમાનોમાં રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, હરિવંદના કોલેજના સંચાલક મહેશભાઈ ચૌહાણ, શિવમ ગુગળના માલિક રણજિતભાઈ ગઢવી, પોલીસ ઈન્‍સ્‍પેકટર બી.ટી. ગોહિલ ઉપસ્‍થિત રહ્યા હતા.

નવમાં નોરતે ખેલૈયાઓ જુદા- જુદા ગ્રુપમાં જુદા જુદા રંગરૂપ ધારણ કર્યા હતા. મેગા ફાઈનલમાં ખેલૈયાઓને વિજેતા તરીકે  પસંદ કરવામાં જજ પણ મુંઝાયા હતા. ભારે ખેચતાણ વચ્‍ચે જજ પ્રિન્‍સ અને પ્રિન્‍સેસ તેમજ વેલડ્રેસ સીનીયર, જુનીયર એવી રીતે વિજેતાને પસંદ કર્યા હતા. પ્રિનસ- પ્રિન્‍સેસને ઈનામોથી નવાજવામાં આવ્‍યા હતા.

પ્રિન્‍સ એ ગ્રુપ- દિલીપ સાપરા, રૂહેન સોલંકી, ગૌતમ કોરડીયા, નીરવ વાઘેલા, મયુર જોગેરાજીયા.

પ્રિન્‍સેસ એ ગ્રુપ- ભાર્ગવી પાટડીયા (કવીન), મીલી ત્રિવેદી, ધારા દવે, હીતીક્ષા મકવાણા, અમી પટેલ.

પ્રિન્‍સ બી ગ્રુપ- નીરવ પીઠવા, પારસ મકવાણા, કેશવ ધરેજીયા, દીપ ખેર, મેહુલ મકવાણા.

પ્રિન્‍સેસ બી- ગ્રુપ દીપાલી ચાવડા, ઉર્વશી જાદવ, ઝરણા કાપડીયા, બંસી લીંબાસીયા, અપેક્ષા ચૌહાણ જાહેર થયા હતા.

(3:58 pm IST)