Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

રવિવારે ગોપી કિશન સ્‍પર્ધા : ૧૩મીએ તાવો, ૧૫મીએ સાંસ્‍કૃતિક કાર્યક્રમ

૧૯મીની ધર્મસભાનો રૂટ યથાવત : જન્‍માષ્‍ટમી નિમિતેના કાર્યક્રમો જાહેર કરતા નરેન્‍દ્રબાપુ અને ધર્મેશ પટેલ : ÀòWHë ß_Ãõ ß_ÃëÖð ßëÉÀùË : બધા કાર્યક્રમોના આયોજનને ઉત્‍સાહવર્ધક પ્રતિસાદ મળ્‍યો છે : તમામ કાર્યક્રમોમાં જોડાવા માટે વિશ્વ હિન્‍દુ પરિષદ અને કૃષ્‍ણ જન્‍મોત્‍સવ સમિતિનું જાહેર આમંત્રણ : ફલોટ માટે જોઇએ એટલા વાહનો વિનામૂલ્‍યે મળશે

જયશ્રી કૃષ્‍ણ : વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના આ વર્ષના ધર્માધ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રબાપુ, સમિતિના માર્ગદર્શક શાંતુભાઇ રૂપારેલિયા, હસુભાઇ ચંદારાણા, યાત્રા સંયોજક રાજદિપસિંહ જાડેજા, સહસંયોજક તિર્થરાજસિંહ ગોહિલ, મહામંત્રી નિતેશ કથીરિયા, સમિતિના ઉપાધ્‍યક્ષ રાજુ જુંજા વગેરેએ અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫ : વિ.હિ.પ. તથા સમિતિના અગ્રણીઓ દ્વારા જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા છેલ્લા ૩પ વર્ષથી ભગવાન શ્રીકૃષ્‍ણના જન્‍મોત્‍સવને રંગેચંગે મનાવવા માટે ભવ્‍ય શોભાયાત્રા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં તમામ ધર્મ, સંપ્રદાય તથા સમાજનો દરેક વર્ગ નાત-જાતના ભેદથી ઉપર ઉઠીને જોડાય છે. આગામી સમયમાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના નેજા હેઠળ યોજનાર અનેકવિધ કાર્યક્રમોની આ તકે માહિતી આપવામાં આવી હતી. આજે અકિલાની મુલાકાતે આવેલા જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના ધર્માધ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રબાપુ (આપાગીગાનો ઓટલો), સમિતિના અધ્‍યક્ષ શ્રી ધર્મેશ પટેલ અને વિહિપના આગેવાનોએ ગોપી કિશન સ્‍પર્ધા, તાવા પ્રસાદ, સાંસ્‍કૃતિક કાર્યક્રમ વગેરેની માહિતી આપી હતી.

આ વર્ષે પણ ૩૬મી સુપ્રસિઘ્‍ધ આસ્‍થા, સેવાના કેન્‍દ્ર સમાન આપગીગા ઓટલાના મહંત તથા  આ વર્ષના ધર્માઘ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રબાપુએ જણાવ્‍યુ હતું કે  આગામી તા. ૧૯ ના રોજ ભગવાન શ્રીકૃષ્‍ણના પ્રાગટય દિન એવા જન્‍માષ્‍ટમી પ્રસંગે સવારે ૮-૦૦ થી ૯-૦૦ દરમ્‍યાન અનેક સંતો, મહંતો અને ધર્મગુરૂઓની ઉપસ્‍થિતિમાં મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. આ તકે તમામ ઉપસ્‍થિત સાધુ-સંતો દ્વારા પ્રેરક ઉદબોધન અને આર્શીવચન પાઠવવામાં આવશે. દરેક સંપ્રદાયના અનેક ધર્મગુરૂઓ આ તકે ઉપસ્‍થિત રહી હમ સબ એક હૈ ના સુત્રને ચરિતાર્થ કરશે.

મવડી ચોકડીથી પેડક રોડ સુધીનો ધર્મયાત્રાનો દિવસભરનો અગાઉનો રૂટ યથાવત છે. 

માર્ગદર્શક સમિતિના વડીલ આગેવાનો માવજીભાઈ ડોડીયા તથા હસુભાઈ ભગદેવએ જણાવ્‍યું હતું કે, જન્‍માષ્‍ટમી મહોત્‍સવ નિમિતે દર વર્ષે સંસ્‍થાને અનેક સંસ્‍થા, મંડળો, સામાજીક આગેવાનો, દાતાશ્રીઓ અને ખાસ કરીને સમગ્ર રથયાત્રાનું સુંદર રીતે સંચાલન કરવા માટે કાર્યકર્તાનો સહયોગ પ્રાપ્‍ત થાય છે અને તેમના થકી વર્ષો વર્ષ અનેકવિધ કાર્યક્રમો સહિત ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રા શકય બને છે.

મહોત્‍સવ સમિતિના વર્ષ-ર૦રર ના અઘ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે દર વર્ષે યોજાય છે તેના કરતા પણ વિશેષ ધર્મયાત્રા આ વર્ષે યોજાશે. અનેક ફલોટસ, વાહનો, બાઈક સવાર યુવાનો, બજરંગદળના રક્ષકોની ટીમ, દુર્ગાવાહીની બહેનો, સુશોભીત ટુ વ્‍હીલર, રાસ મંડળીઓ, ધુન મંડળ, ડીજે પાર્ટી, કળશધારી બહેનો, સાફાધારી યુવાનો, વેશભુષા કરેલા પાત્રો સહિતના અનેક આકર્ષણો આ શોભાયાત્રામાં આ વર્ષે પણ જોડાશે અને લાખોની સંખ્‍યામાં ધર્મપ્રેમી હિન્‍દુ સમાજ ઠેર ઠેર ભગવાન કૃષ્‍ણના વધામણા અને દર્શનનો લાભ લેશે. તેમજ વધુમાં જણાવેલ કે, તા. ૧૩ ના રોજ શનિવારે બી.એ.પી.એસ. સ્‍વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે સાંજે ૭:૩૦ કલાકે સુત્ર સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ તથા તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવશે. જેના માટે સૌ કૃષ્‍ણ ભકતોને જાહેર નિમંત્રણ છે.

આ તકે ઉપસ્‍થિત વિ.હિ.પ. મહાનગરના અઘ્‍યક્ષ શાંતુભાઈ રૂપારેલીયાએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, રાજકોટના ટ્રાન્‍સપોર્ટરો દ્વારા દર વર્ષે જરૂરીયાત મુજબના તમામ નાના-મોટા વાહનો વિનામૂલયે સમિતિને ફાળવવામાં આવે છે. જેમાં અલગ અલગ સંસ્‍થા મંડળો પોતાના ફલોટસ બનાવી રથયાત્રામાં જોડાય છે. ટ્રાન્‍સપોર્ટરો દ્વારા ડ્રાઈવર સાથેના વાહનો તો મોકલાવે જ છે પણ જરૂરી ડીઝલ પણ પોતાના સ્‍વખર્ચે પુરાવીને પોતાનું મહત્‍વપૂર્ણ યોગદાન કોઈપણ જાતની જાહેરાત વગર અનેક વર્ષોથી કરતાં આવ્‍યા છે. આ તકે તેઓને જેટલા ધન્‍યવાદ આપીએ તે ઓછા છે.

આ તકે જન્‍માષ્‍ટમી રથયાત્રાના સંયોજક વાવડીના અગ્રણી અને રાજાભાઈના હુલામણા નામથી જાણીતા રાજદિપસિંહ જાડેજાએ જન્‍માષ્‍ટમી શોભાયાત્રા નિમિતે સમગ્ર રાજકોટના રાજમાર્ગો ઉપર વિચરણ કરનાર ભવ્‍ય અને દર્શનીય શોભાયાત્રાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. સાથે અપીલ પણ કરી છે કે, સમગ્ર હિન્‍દુ સમાજ, વડીલો, યુવાનો, બહેનો, બાળકો બધા હિન્‍દુ સમાજની એકતાનો પ્રચંડ પરીચય કરાવવાના ભાગ રૂપે આ રથયાત્રામાં અવશ્‍ય જોડાય તથા દર્શનનો લ્‍હાવો લ્‍યે.  રથયાત્રા સાથે જોડાનાર તમામ કાર્યકરોને સમગ્ર શીસ્‍ત સાથે આખી શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે અનુરોધ કર્યો છે. તેમજ વિશેષમાં જણાવેલ કે તા. ૧પ ના રોજ રાત્રે ૯-૦૦ કલાકે હેમુગઢવી ખાતે કૃષ્‍ણભકિત, દેશભકિત નામક સાંસ્‍કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 

સમિતિના મહામંત્રી શ્રી નિતેશભાઈ કથીરીયાએ જણાવ્‍યું હતું કે, દર વર્ષે આ શોભાયાત્રાના રૂટ ઉપર અનેક સંસ્‍થા, ગ્રુપ, મંડળ, કંપની, બેંકો દ્વારા ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્‍ણના વધામણા કરવામાં આવે છે. રથયાત્રામાં જોડાનાર તમામ લોકો માટે સમગ્ર રૂટમાં થોડા થોડા અંતરે સેવાભાવી સંસ્‍થા, જે તે વિસ્‍તારના યુવક મંડળો, સેવાભાવી કાર્યકરો, વેપારી આગેવાનો દ્વારા પ્રસાદ રૂપે ઠંડા પાણી, શરબત, ફળઆહાર, નાસ્‍તો, આઈસ્‍ક્રીમ સહિતની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. જે માટે સમગ્ર ટીમ દ્વારા આ તમામનું અભિવાદન અને આભાર વ્‍યકત કર્યો હતો.

આગામી તા. ૭ ના રોજ બપોરે ૩ વાગ્‍યાથી અટલ બિહારી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે બાળકો માટે ગોપી-કિશન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા. ૧૧ ના રોજ રક્ષબંધન નિમિતે દુર્ગાવાહીનીના બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. તા. ૧૪ ના રોજ અખંડ ભારત સંકલ્‍પ દિન નિમિતે બજરંગદળના કાર્યકરો દ્વારા એક મસાલ યાત્રા યોજાશે. તથા સવિશેષ તા. ૧૯ ના રોજ જન્‍માષ્‍ટમી નિમિતે દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ વખતની ૩૬મી શોભાયાત્રાની આછેરી ઝલક જોઈએ તો રાજકોટના મવડી ચોક ખાતેથી શરૂ થનારી આ શોભાયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર રાજકોટના મુખ્‍ય માર્ગો ઉપર ફરીને પેડક રોડ બાલક હનુમાન મંદિર ખાતે સમાપન થશે. તેમજ વધુમાં જણાવેલ કે આમ્રપાલી અન્‍ડરબ્રીજ બન્‍યા બાદ પ્રથમ વખત શોભાયાત્રા હોય તેને ઘ્‍યાનમાં રાખી વાહન સહિત ફલોટની ઉંચાઈ ૧ર ફુટ સુધીની રાખવા વિનંતી કરેલ છે.

આ શોભાયાત્રામાં મોટી સંખ્‍યામાં નાના-મોટા વાહન, હજારો લોકો, સંસ્‍થાઓ, મંડળો, ગ્રુપ, શૈક્ષણિક સંસ્‍થાઓ અને કાર્યકરો જોડાશે. આ શોભાયાત્રાના વિવિધ ફલોટસ તથા ભગવાન શ્રીકૃષ્‍ણની મુખ્‍ય પ્રતિમાના દર્શનનો લાભ લેવા અબાલ-વૃઘ્‍ધ, ભાઈઓ-બહેનો સહિતના તમામ લોકો અને હિન્‍દુ સમાજ બહોળી સંખ્‍યામાં ઉમટી પડશે.

રાજકોટ ગુડસ ટ્રાન્‍સપોર્ટ એસોસીએશન દ્વારા વિનામૂલ્‍યે ફલોટ માટે વાહનો પુરા પાડવામાં આવેલ છે. આ વાહનના વાહન ચાલકો પણ કોઈજાતનો ચાર્જ લીધા વગર નિઃસ્‍વાર્થ ભાવે સેવા આપી રહયાં છે. માટે દરેક ચાલકોને મહોત્‍સવ સમિતિ દ્વારા એક પ્રાોત્‍સાહિત પુરષકાર રૂપે ગીફટ આપવામાં આવશે.

અનેક ગૃપ, મંડળો દ્વારા નોંધણી તથા લતાસુશોભન અને અનેક પ્રકારની થીમ તથા સંદેશાઓ પાઠવતી કૃતિઓ તૈયાર કરવામાં આવશે. જેને સમિતિ દ્વારા બનેલી નિર્ણાયક કમીટીના મુલ્‍યાકન બાદ ઈનામ આપીને નવાજવામાં આવશે. આ તમામ કૃતિની સ્‍પર્ધામાં ભાગ લેનાર દરેક સ્‍પર્ધક મંડળ, સંસ્‍થા, ગૃપ ની જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિની નિર્ણાયક કમીટીની ટીમ આ કૃતિઓની મુલાકાત લેશે. આ ટીમ દ્વારા મુલ્‍યાંકન થયા બાદ કૃતિઓને પ્રથમ, ર્ેિતીય, તૃતિય ક્રમાંક આપી બહુમાન અને ઈનામથી નવાજવામાં આવશે.                    આ રથયાત્રાને સફળ બનાવવા દરેક સહયોગ કરે તેવી અપેક્ષા મહોત્‍સવ સમિતિના હોદેદારોએ તમામ પાસે રાખી છે. તેમજ શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા આ વખતનો શોભાયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવેલ છે.

મુલાકાતમાં સમિતિના ધર્માઘ્‍યક્ષ શ્રી નરેન્‍દ્ર બાપુ તથા માર્ગદર્શક મંડળના સર્વશ્રી નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, સમિતિના અઘ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલ, યાત્રા સંયોજક રાજદિપસિંહ જાડેજા, સહસંયોજક તિર્થરાજસિંહ ગોહીલ, મનીષભાઈ બેચરા, મહામંત્રી નિતેશભાઈ કથીરીયા તથા પ્રેસ મીડીયા ઈન્‍ચાર્જ પારસ શેઠ ઉપસ્‍થિત રહ્યા હતા.(૨૧.૪૨)

T²_ØëäÞ Àë ÀòWHë ÀÞöÝë, çÚ Àí ±ë_Âù Àë Öëßë,

ÜÞ èí ÜÞ @Ýù Éáõ ßëìÔÀë, ÜùèÞ Öù èö çÚÀë MÝëßë

આ વખતે જન્‍માષ્‍ટમીમાં વિશેષ ઉમંગ : નરેન્‍દ્રબાપુએ વર્ણવ્‍યા ત્રણ કારણો

કોરોનામાં રાહત, સારો વરસાદ અને આઝાદીનું અમૃત વર્ષ

રાજકોટ : વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી થનાર છે. તે નિમિતે આ વખતના ધર્માધ્‍યક્ષ આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ (નરેન્‍દ્રભાઇ સોલંકી) તથા સમિતિના અધ્‍યક્ષ ધર્મેશ પટેલ અને પરિષદના આગેવાનો આજે અકિલાની મુલાકાતે આવ્‍યા હતા. આ વખતે અભૂતપૂર્વ ઉત્‍સાહ હોવાનું આ આગેવાનોએ જણાવી જન્‍માષ્‍ટમી નિમિતના તમામ કાર્યક્રમોમાં ઉત્‍સાહથી ભાગ લેવા કૃષ્‍ણ ભક્‍તોને જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

શ્રી નરેન્‍દ્રબાપુએ જણાવેલ કે, દર વખત કરતા આ વખતે જન્‍માષ્‍ટમીની ઉજવણીનો વિશેષ ઉત્‍સાહ છે તેના એકથી વધુ કારણો છે. બે વર્ષ કોરોના કાળના ગયા બાદ હવે કોરોનાથી રાહત થઇ છે. કોરોના પછીની ધમાકેદાર ઉજવણીનું પ્રથમ વર્ષ છે. આ વર્ષે દેશની આઝાદીનો અમૃત મહોત્‍સવ ઉજવાય રહ્યો છે. ઇશ્વર કૃપાથી અષાઢ મહિનાનો વરસાદ પણ સંતોષકારક થઇ ગયો છે. કૃષ્‍ણ ભકતો પરંપરાગત પધ્‍ધતિ ઉપરાંત ભકિતભાવના વધુ પ્રબળ બનાવતી ઉજવણી માટે થનગની રહ્યા છે. વિહિપના વડિલોના માર્ગદર્શન હેઠળ સમિતિ કાર્યરત છે.

(3:20 pm IST)