Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

રાજકોટ જીલ્લામાં જુગારની મૌસમ ખીલીઃ ૫ દરોડોમાં ૨ મહિલા સહિત ૩૨ પકડાયા

જામકંડોરણામાં ૨ મહિલા સહિત ૭, શાપર-વેરાવળમાં ૬, વિરનગરમાં ૫, જસદણમાં ૮ અને લીલાપુરમાં ૬ શખ્‍સો પત્તા ટીંચતા પકડાયા : ૨ શખ્‍સો છૂ

રાજકોટ,તા. ૫ : જીલ્લામાં શ્રાવણમાસમાં જુગારની મૌસમ ખીલી હોય તેમ અલગ અલગ ૫ દરોડામાં ૨ મહિલા સહિત ૩૨ શખ્‍સો પોલીસની ઝપટે ચડી ગયા હતા. જ્‍યારે બે શખ્‍સો નાસી છૂટયા હતા.

પ્રથમ દરોડોમાં જામકંડોરણા ઇન્‍દીરાનગરમાં હસમુખભાઇ ઉકાભાઇ પરમારના મકાન પાસે બહાર બજારના ખૂણા પાસે લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પો.કો. રાજુભાઇ ભોળદરીયા સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) પિન્‍ટુ હસમુખભાઇ પરમાર ચીખલીયા રહે. જામકંડોરણા ઇન્‍દીરાનગર, (૨) જીતેશ પ્રવિણભાઇ પરમાર ચીખલીયા રહે. જામકંડોરણા ઇન્‍દીરાનગર, (૩) મનુ ઉકાભાઇ પરમાર ચીખલીયા રહે. જામકંડોરણા ભાદરા નાકા (૪) કિશન રમેશભાઇ પરમાર ચીખલીયા રહે. જામકંડોરણા ભાદરા નાકા (૫) સાગર મનુભાઇ પરમાર ચીખલીયા રહે. જામકંડોરણા ભાદરા નાકા (૬) હંસાબેન હસમુખભાઇ ઉકાભાઇ પરમાર ચીખલીયા રહે. જામકંડોરણા ઇન્‍દીરાનગર તથા (૭) કુસુમબેન રમેશભાઇ પાલનપુર રે. ઇન્‍દીરાનગર જામકંડોરણાને રોકડા રૂા. ૧૫,૯૫૦ એક બાઇક તથા ચાર મોબાઇલ મળી કુલ ૪૮,૪૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડોમાં શાપર-વેરાવળ ભારત ઓરણી વાળા રોડ ઉપર ઉર્જા ઇન્‍ડસ્‍ટ્રીયલ ગેઇટ પાસે ગાત્રાળ હોટલ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પી.એસ.એસ. કે.એ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પો.કો. રવિરાજસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે રેઇન કરી જુગાર રમતા (૧) કેતન લખમણભાઇ પરસાગીગા રહે. કોઠારીયા રાધેશ્‍યામ સોસાયટી ૫૦ વારીયા પ્‍લોટ રાજકોટ. (૨) અરધેશ વલ્લભભાઇ પાનસુરીયા રહે. મોટી મેંગણી તા.કોટડાસાંગાણી (૩) સામત હીરાભાઇ પરસાગીયા  રહે. શાપર પી.એસ. પ્‍લાયવુડ પાછળ (૪) મનોજ દડુભાઇ ખુમાણ રહે. વેરાવળ રામજી મંદિર પાસે શેરી નં. ૧ (૫) બુધેશ ભીખાભાઇ પરમાર રહે. શાપર મેઇન રોડ કનેરીયા ઓઇલમીલ પાસે તથા (૬) રવજી બટુકભાઇ પરસાગીયા રહે.કોઠારીયા રાઘેશ્‍યામ સોસાયટી ૫૦ વારીયા પ્‍લોટ રાજકોટને રોકડા રૂા. ૧૪,૯૬૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડોમાં આટકોટમાં વિરનગરમાં ગામે સુરેશ ઉર્ફે બાબભાઇ ભગુભાઇ બસીયા રહે. વિરનગર તા.જસદણ વાળાની વાડીએ જવાનો રસ્‍તે આવતી નળની બાજુમાં ખરાબાની જગ્‍યામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા રૂરલ એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. સહિતના સ્‍ટાફે રેઇ કરી જુગાર રમતા (૧) સુરેશ ઉર્ફે બાબભાઇ ભગુભાઇ બસીયા રહે.વિરનગર ટાંકાવાળા ચોકમાં (૨) ભાવેશ કરશનભાઇ રાદડીયા રહે. મોટા દડવા કાનપર રોડ (૩) ચંદુ લાખાભાઇ રોજાસરા રહે. વિરનગર વાડી વિસ્‍તાર (૪) જીવા કરશનભાઇ ચાવડા રહે. કાનપર કડવા પટેલ સમાજની વાડી પાસે તથા (૫) ભાયા દાનાભાઇ ડેરૈયા રહે. સાણથલી તા. જસદણને રોકડા રૂા. ૮૩,૨૦૦ એક બાઇક તથા મોબાઇલ ફોન મળી કુલ ૧,૦૧,૨૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી આટકોટ પોલીસના હવાલે કર્યા હતા.

ચોથા દરોડોમાં જસદણ ચિતલીયા કુવા રોડ, ખારી વિસ્‍તારના સામાકાંઠે આવેલ મેહુલ લાલજીભાઇ પારખીયા પોતાના કબજા ભોગવટાની વાડીમાં રહેણાંક મકાને જુગાર રમાડતો હોવાની બાતમી મળતા જસદણના પી.આઇ. કે.જે.રાણાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ ભુરાભાઇ માલીવાડ સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક (૧) મેહુલભાઇ લાલજીભાઇ પારખીયા, (૨) યુગેનભાઇ ધનજીભાઇ ભુવા ધંધો-વેપાર રહે. જસદણ ચિતલીયા કુવા રોડ, આદ્યશકિતનગર, (૩) હાર્દિક ચંદુભાઇ વસોયા રહે. જસદણ ચિતલીયા રોડ, લક્ષ્મણનગર શેરી નં.-૧, (૪) વિશાલભ મનસુખભાઇ રૂપારેલીયા રહે. જસદણ ચિતલીયા રોડ આદ્યશકિત નગર (૫) મનસુખ બાબુભાઇ દોમડીયા રહે. જસદણ ચિતલીયા કુવા રોડ દામજીનગર -૨ (૬) અંકીત જયંતીભાઇ ભુવા ધંધો. સર્વિસ સ્‍ટેશન રહે. જસદણ ચિતલીયા કુવા રોડ, અર્જુનપાર્ક (૭) દિવ્‍યેશ ચંદુભાઇ હપાણી ધંધો-વેપાર રહે. જસદણ ચિતલીયા રોડ નીતીન પાન વાળી શેરી તથા (૮) યાજ્ઞીક મનસુખભાઇ રૂપારેલીયા રહે. બાડપરને રોકડા રૂા. ૧,૦૧,૭૭૦, ૮ મોબાઇલ, ૪ બાઇક તથા કાર મળી કુલ ૪.૭૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પાંચમાં દરોડામાં જસદણના લીલાપુર ગામથી આગળ આવેલ ભરત બટુકભાઇ બાંભણીયા રહે .રાજકોટ વાળાના કબજા ભોગવટાના શીવમ જીનીંગ મીલમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જસદણના પી.આઇ. કે.જે.રાણાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ ભુરાભાઇ માલીવાડ સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) કેશુ પોપટભાઇ બાવળીયા રહે. ખાડા હડમતીયા તા. જસદણ (૨) જનક દડુભાઇ ખાચર રહે. મોટા હડમતીયા તા. વિંછીયા (૩)  ખોડા આંબાભાઇ દુધરેજીયા રહે.કમળાપુર તા.જસદણ (૪) પ્રવિણ હકુભાઇ ભુસડીયા રહે. ગુંદાળા તા. વિંછીયા, તથા (૫) જેન્‍તી રૂપાભાઇ ખોરાણી રહે. ઓરી તા. વિંછીયા તથા (૬) જેશીંગ રાણાભાઇ રાઠોડ રહે.કમળાપુરને રોકડા રૂા. ૨,૬૧,૫૦૦ તથા ૪ મોબાઇલ મળી કુલ રૂા. ૨.૭૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ રેઇડ દરમિયાન જીન માલીક ભરત બટુકભાઇ બાંભણીયા મળી ન આવતા તેમજ સંજય પરમાર રે. ગઢડીયા તા. જસદણ નાસી છૂટતા બંનેની શોધખોળ હાથ ધરાઇ છે.

(11:49 am IST)