Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં 'અનામી પારણું' ખુલ્લુ મુકાયું: નવજાત બાળકોને ફેંકવાને બદલે અહિ મુકી જવા અનુરોધ

બાળક મુકી જનાર કોઇની પણ ઓળખ છતી નહિ કરાયઃ કલેકટરના હસ્તે સુવિધાનો આરંભ

રાજકોટઃ ઘણીવાર નવજાત શીશુઓને મજબુરી કે પછી બીજા કારણોસર ત્યજી દેવામાં આવતાં હોય છે. કચરા પેટીઓ, અવાવરૂ જગ્યાઓ, ઝાડીઓમાં ફેંકી દેવામાં આવતાં હોય છે. આ કારણે આવા બાળકો પર જોખમ ઉભુ થઇ જતું હોય છે. નવજાત શીશુઓને ગમે ત્યાં ત્યજી દેવાને બદલે તેને યોગ્ય જગ્યાએ મુકવામાં આવે તો તેનો જીવ બચી જાય. આ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં આજથી 'અનામી પારણું' ખુલ્લુ મુકવામાં આવ્યું છે. કલેકટરશ્રી મહેશબાબુના હસ્તે આ પારણુ ખુલ્લુ મુકાયુ હતું. કે. ટી. ચિલ્ડ્રન વિભાગના ડો. પંકજ બુચ તેમજ ડો. મુકેશ પટેલ તથા બીજો સ્ટાફ આ પ્રસંગે હાજર હતો. અનામી પારણામાં બાળકને મુકીને બાજુમાં આવેલી બેલનું બટન દબાવવાનું રહેશે. એ પછી આ બાળકની સારસંભાળની જવાબદારી કલેકટર તંત્રની રાહબરીમાં કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલનો સ્ટાફ રાખશે.

બાળક મુકી જનાર કોઇપણ વ્યકિતની તંત્ર દ્વારા ઓળખ છતી કરવામાં આવશે નહિ તેમ જણાવાયું છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:54 pm IST)