Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીના ઢોલ વાગ્યાઃ જીનીયસ પેનલે ઉમેદવારી નોંધાવી

એડવોકેટ અર્જુન પટેલે પ્રમુખપદ માટે ઉપપ્રમુખ માટે બિમલ જાની, સેક્રેટરી માટે પી.સી.વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી પદે દિવ્યેશ મહેતા

અને ટ્રેઝરર માટે ડી.બી.બગડા તેમજ લાયબ્રેરી સેક્રેટરી માટે અજય જોષીની દાવેદારીઃ બહુમુખી પ્રતિભા ધરાવતા વકીલોનો જીતનો દાવો

રાજકોટઃ બાર એસો.ની આગામી તા.૧૭ ડીસેમ્બરે યોજાનાર ચુંટણીમાં આજે એેડવોકેટ અર્જુન પટેલની જીનીયસ પેનલના ઉમેદવારોએ ચુંટણી કમિશ્નર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પ્રસ્તૃત તસ્વીરોમાં પ્રમુખપદ માટે અર્જુન એસ.પટેલ, ઉપપ્રમુખપદે બિમલ જાની, સેક્રેટરી માટે પી.સી.વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી માટે દિવ્યેશ મહેતા અને ટ્રેઝરર માટે ડી.બી.બગડા, તેમજ લાયબ્રેરી સેક્રેટરીની જગ્યા ઉપર અજય જોષી ઉમેદવારી નોંધાવતા દર્શાય છે. આ સાથે જીનીયસ પેનલના ટેકામાં અગ્રણી એડવોકેટસ, અનિલભાઇ દેસાઇ, પિયુષભાઇ શાહ, ધીમંતભાઇ ભટ્ટ તેમજ તેમના ટેકેદારો તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૪ :  આગામી રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં વિવિધ ક્ષેત્રોમાંથી બહુમુખી પ્રતિભા ધરાવતા એડવોકેટએ જીનીયસ પેનલમાં પોતાની દાવેદારી નોંધાવી છે.

રાજકોટ બાર એસોસીએશનની આગામી વર્ષ ર૦રર માટેની ટીમની ચૂંટણી ૧૭ ડીસેમ્બર ર૦ર૧ ના રોજ થવા જઇ રહેલી છે. ત્યારે તમામ ક્ષેત્રોમાં એટલે કે ક્રિમીનલ, સીવીલ, રેવન્યુ, એમ. એ. સી. પી., લેબર, કન્ઝયુમર, જુનીયર એડવોકેટ એસોસીએશન જેવા તમામ ક્ષેત્રોમાં બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ ધરાવતા અને સારી નામના મેળવેલ એવા કુલ ૬ શ્રેષ્ઠીઓએ આજે એક સાથે અને એક સુરે અવાજ મેળવી અને એક જીનીયસ પેનલની જાહેરાત કરેલ છે અને જાહેરાત કર્યા બાદ આજે સવારે આ તમામ ઉમેદવારોએ આજે પોતાના અલગ - અલગ ક્ષેત્રોના ધારાશાસ્ત્રી મિત્રોને ખુબ મોટી સંખ્યામાં હાજર રાખી અને ભવ્ય સન્માનપુર્વક રાજકોટ બાર એસોસીએશનના રૂમ ખાતે પોતાની ઉમેદવારી નોંધાવેલ હતી.

આ જીનીયસ પેનલના મુખ્ય દાવેદારોમાં પ્રમુખપદે ખુબ જ સીનીયર એડવોકેટ શ્રી અર્જુનભાઇ પટેલ કે જેઓને ક્રિમીનલ સીવીલ અને રેવન્યુ ક્ષેત્રમાં ખુબ સારી પકડ ધરાવતા હોઇ તેઓએ ઉમેદવારી નોંધાવી છે. તેવી જ રીતે સીવીલ અને રેવન્યુ ક્ષેત્રમાં ખુબ સારી નામના ધરાવતા અને ખુબ મોટુ મિત્ર વર્તુળ ધરાવતા બિમલભાઇ જાનીએ ઉપપ્રમુખપદના હોદા પર પોતાની દાવેદારી નોંધાવી છે. ભુતપૂર્વ કાઉન્સીલર અને ભાજપ અગ્રણી અને ભુતપુર્વ સરકારી વકીલ રહી ચુકેલા ખુબ જ સીનીયર એડવોકેટ એવા શ્રી પી. સી. વ્યાસ સેક્રેટરી પદ માટે પોતાની સારી નામના ધરાવતા દિવ્યેશભાઇ મહેતાએ જોઇન્ટ સેક્રેટરીના પદ ઉપર પોતાની ઉમેદવારી નોંધાવેલ છે. અજાતશત્રુ એવા અને સર્વે ક્ષેત્રમાં લોકપ્રિય એવા લોકલાડીલા ઉમેદવાર ડી. બી. બગડાએ ખજાનચીના પદ પર પોતાની ઉમેદવારી નોંધાવેલ છે. સામાજીક ક્ષેત્રમાં જેમનું ઉમદા યોગદાન છે તેવા રેવન્યુ અને એમ. એ. સી. પી.માં વકીલાત કરતા સીની. એડવોકેટ શ્રી અજયભાઇ જોશીએ લાઇબ્રેરી સેક્રેટરી પદ ઉપર પોતાની દાવેદારી નોંધાવી છે.

આ તમામ એડવોકેટ રાજકોટના વકીલાત ક્ષેત્રમાં ખુબ જ જાણીતા અને લોકપ્રિય ચહેરાઓ છે. માટે આ લોકોના સમર્થનમાં ઉમેદવારી નોંધાવતી વખતે સમગ્ર જીનીયસ પેનલને ટેકો આપવા અને તેઓનો ઉત્સાહ વધારવા માટે ખુબ જ મોટી સંખ્યામાં એડવોકેટ હાજર રહ્યા હતાં. અને આ તકે રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી લલીતસિંહ શાહી, પિયુષભાઇ શાહ, અનિલભાઇ દેસાઇ, તુષારભાઇ બસલાણી, રાજકુમાર હેરમા, ભરતભાઇ હિરાણી, એલ. જે. રાઠોડ, કમલેશભાઇ શાહ, તુલસીદાસ ગોંડલીયા, અશ્વિન મહાલીયા, ભગીરથસિંહ ડોડીયા, પરેશભાઇ મારૂ, હરેશભાઇ દવે, ચેતનભાઇ આસોદરીયા, મિતેશભાઇ કથિરીયા, વિશાલભાઇ ગોસાઇ, હેમાંશુભાઇ પારેખ, નિવીદભાઇ પારેખ, કિરીટ નકુમ, જયેન્દ્રભાઇ ગોંડલીયા, મયંકભાઇ પંડયા, બિપીનભાઇ ગાંધી, ભાવેશ રંગાણી, ઇન્દુભા ઝાલા, યુવરાજસિંહ જાડેજા, ચેતનસિંહ પરમાર, સૂરેશ ફળદુ, જેવા અનેક નામાંકીત એડવોકેટોએ આ જીનીયસ પેનલને જંગી બહુમતીથી વિજેતા બનવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. (૪.૧૩)

બાર એસો.ની ચુંટણીમાં જીનીયસ પેનલના કાર્યાલયનું કાલે ઉદઘાટન

સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયાના હસ્તે કાર્યાલય ખુલ્લુ મુકાશે

રાજકોટ, તા., ૪: રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠા ભરી ચુંટણીમાં જીનીયસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અર્જુનભાઇ પટેલ, ઉપપ્રમુખ પદના ઉમેદવાર બિમલભાઇ જાની, સેક્રેટરી પદના ઉમેદવાર  પી.સી.વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર દિવ્યેશ મહેતા, ખજાનચી પદના ઉમેદવાર ડી.બી.બગડા, લાઇબ્રેરી સેક્રેટરીના ઉમેદવાર અજયભાઇ જોશીના કાર્યાલયનું ભાજપના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા તથા ભાજપના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ તથા ભાજપ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયાના હસ્તે તા.પ-૧ર-ર૧ના રોજ સવારે ૧૦ વાગ્યે પ્રગતી કોમ્પલેક્ષ ગીરીરાજ હોસ્પીટલની બાજુમાં ૧પ૦ ફુટ રીંગ રોડની બાજુમાં ખુલ્લુ મુકવામાં આવશે. તમામ વકીલ મિત્રોની જીનીયસ પેનલે હાજર રહેવા આમંત્રણ પાઠવેલ છે.

(2:51 pm IST)