Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

જુની કલેકટર કચેરીમાં બેસતી સીટી પ્રાંત-૧ અને રની કચેરી નવી કલેકટર કચેરીમાં ફેરવાશે

લોકોને થતા ધક્કા અને એક જ કચેરીમાંથી નિવેડો આવે તે માટે પ્રયાસો... : કોરોના પહેલા નકકી થયેલ પરંતુ ૯ મહિના મુલત્વી રહ્યા બાદ હવે ફરીથી કાર્યવાહી શરૂ

રાજકોટ, તા. ૪ :  રાજકોટ જીલ્લા કલેકટર તંત્રની નવી કચેરીમાં ઉપર ત્રીજા માળે કે ગ્રાઉન્ડ ફલોર ઉપર સીટી પ્રાંત-૧ અને સીટી પ્રાંત-રની કચેરી ખસેડવા અંગે કલકેટરશ્રીએ કાર્યવાહી શરૂ કરી છે.

હાલ આ બંને કચેરી જુની કલેકટર કચેરીમાં બેસે છે, પરંતુ ત્યાં થતા લોકોને ધક્કા અને એક જ કચેરીમાંથી પ્રશ્નોનો નિવેડો આવે, લોકોને એક કચેરીએથી બીજી કચેરીએ ભટકવું ન પડે તે માટે ઉપરોકત બંને કચેરી ખસેડવા અંગે કલેકટર દ્વારા કાર્યવાહી શરૂ થઇ છે.

નવી કલેકટર કચેરીમાં ત્રીજા માળ આખો ખાલી પડ્યો છે. મનોરંજન કચેરીનો વિભાગ બંધ થઇ ગયો છે પરિણામે કલેકટરશ્રીએ કોરોના પહેલા આ બંને કચેરી નવી કલેકટર કચેરીમાં લાવવા નિર્ણય લીધો હતો. પરંતુ કોરોના-લોકડાઉન આવી જતા ૯ મહિના આ કાર્યવાહી મુલત્વી રહી અને હવે ફરીથી આ કાર્યવાહી શરૂ થઇ છે.

એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે લગભગ બે કચેરીનો નવી કલેકટર કચેરીમાં આવી જ જશે, સીટી પ્રાંત-૩ કચેરીની શકયતા ઓછી છે.

(3:25 pm IST)