Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

સતત બીજા દિવસે પણ રાત્રે ઠંડી વધીઃ નલીયા ૧પ.ર ડીગ્રી

રાજકોટ ૧૭.૮ ડીગ્રીઃ આખો દિવસ મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે-ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે. અને મોડી રાત્રીનાં તથા વહેલી સવારના સમયે શિયાળા જેવી ઠંડકનો અનુભવ થાય છે.

આજે સતત બીજા દિવસે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. નલીયામાં સૌથી નીચુ ૧પ.ર ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.

લોકો પણ હવે ગરમ વસ્ત્રો સાથે ઘરની બહાર નીકળી રહયા છે. વહેલી સવારના સમયે ધીમે-ધીમે વધુ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.

આ વર્ષે ચોમાસામાં ખૂબ જ વરસાદ વરસ્યા બાદ ચોમાસાએ વિદાય લીધી છે. અને ધીમે - ધીમે શિયાળાના આગમનનાં એંધાણ થઇ રહ્યા છે.

જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ - જેમ દિવસ પસાર થાય છે તેમ - તેમ ગરમીની અસર વધવા લાગે છે.

સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો નીચે જાય છે. તો બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઉનાળા જેવી ઋતુનો અહેસાસ થાય છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૮.૬ ડીગ્રી

ડીસા

૧૬.૧ ડીગ્રી

વડોદરા

૧૯.૦ ડીગ્રી

સુરત

ર૩.૦ ડીગ્રી

રાજકોટ

૧૭.૮ ડીગ્રી

કેશોદ

૧૮.૮ ડીગ્રી

ભાવનગર

ર૦.૪ ડીગ્રી

પોરબંદર

ર૧.૪ ડીગ્રી

વેરાવળ

ર૩.૯ ડીગ્રી

દ્વારકા

ર૧.૬ ડીગ્રી

ઓખા

રપ.૯ ડીગ્રી

ભુજ

ર૦.૦ ડીગ્રી

નલીયા

૧પ.ર ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૯.૪ ડીગ્રી

ન્યુ કંડલા

૧૯.૪ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૮.૭ ડીગ્રી

અમરેલી

૧૯.૮ ડીગ્રી

ગાંધીનગર

૧૬.૦ ડીગ્રી

મહુવા

રર.૧ ડીગ્રી

દિવ

ર૧.ર ડીગ્રી

વલસાડ

૧૬.પ ડીગ્રી

વલ્લભવિદ્યાનગર

ર૦.૩ ડીગ્રી

(11:50 am IST)