Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

શ્રીરામે કરેલુ નવરાત્રી વ્રતઃ વિજયાદશમી

આસો સુદ–૧૦ દશમ આ દિવસે નારદજીના કહેવાથી શ્રીરામ ભગવાને મહાભવાની જગદંબા માતાજીની શીવાદેવોની આરાધના કરી અને વિધીપૂર્વક કરી ભગવાનશ્રી રામે નવરાત્રીનું વ્રત પર પૂજા અર્ચના અને હવન હોમ વગેરે કર્મ કર્યુ અને માંજગદંબા એને દર્શન દીધા તમો વરદાન માગો શ્રીરામે રાવણનો નાશ કરવા દેવીને પ્રાર્થના કરી દેવી જગદંબાનએ કીૅધુ આસો સુદ–૧૦ના દીવસે સીતાજીને મુકત કરવા રાજા રાવણ ઉપર ચડાઇ કરતા પહેલા શમી વુક્ષનું પુજન કર્યુ પછી લંકાનગરીમાં પ્રવેશ કર્યો હતો. વળી આજ દિવસે વર્ષનો ગુપ્તવાસ સેવી રહેલા પાંડવો બાર વર્ષ પૂરા થતા એક વધુ વરસના ગુપ્તવાસ સેવવા માટે વિરાટ રાજાને ત્યા ગયા ત્યારે તેમણે શમી વૃક્ષ પર સંતાડેલા શસ્ત્રો બહાર કાઢી અને તેનું પુજન કર્યુ હતું. તેમના હથીયારોની શમી વૃક્ષે રક્ષા કરી હતી શમી વૃક્ષનો આને લીધે મહિમા ઘણો વધી ગયો નવરાત્રીના તહેવારનો દિવસ ગણાય છે.

માંજગદંબા શ્રીરામચંદ્રજીને કહેવા લાગ્યા રાવણનો નાશ કરવા માટે દશરથના પુત્ર તરીકે અવતાર ધારણ કરેલ છે. વસંત ઋતુમાં પણ તમારે વ્રત કરવુ પછી રાવણનો નાશ કરી ૧૧ હજાર વર્ષ રાજય કરશો એમ કહી શિવાદેવી અંતર્ધાન થઇ ગયા આજ દિવસે શમીવૃક્ષ્ૅાનું પૂજન કરવામાં આવે છે. ગાય બળદ પુજન કરવામાં આવે છે. ક્ષત્રિયો આ દિવસે સવારી કાઢે છે. શ્રીરામે આજ વિજય મેળવેલો આજે શુભ કાર્યોનો પ્રારંભ થાય છે.(૪૦.૫)

કાળીપાટના શાસ્ત્રી, સ્વામીનારાયણ મંદિરના પૂજારી મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(3:51 pm IST)