Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

આવતી કાલે કમલેશ મીરાણીનો જન્‍મ દિવસ

રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપનો વિજય વાવટો લહેરાશે ત્‍યારે જન્‍મદિવસ ઉજવશે

રાજકોટઃ  આવતીકાલે તા.૪/૧૨ ના રવીવારે  શહેર ભાજપના તરવરીયા અધ્‍યક્ષ કમલેશ મિરાણીનો જન્‍મદિવસ છે. તેઓએ સતત ૩ ટર્મ ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઇ નગરસેવકની જવાબદારી સંભાળેલ છે. ખુબ નાની ઉંમરે સામાજીક કાર્યકર તરીકે કારકીર્દીની શરૂઆત સાથે   રઘુવંશી આગેવાન તરીકે પણ કાર્યરત છે અને જલારામ મહોત્‍સવ સમિતિના માર્ગદર્શક તરીકે પણ એક દાર્શનીક ભુમિકા નિભાવે છે.

લગભગ ૩ દાયકાથી પણ વધારે રાજકીય ક્ષેત્રે  સક્રિયતા સાથે ભાજપના ભગવા રંગે રંગાયેલા શ્રી કમલેશભાઇ રામ જન્‍મભૂમિ આંદોલનમાં પણ ૨ વખત ‘કારસેવક' તરીકે જોડાયા હતા. ખુબ જ નાની ઉંમરે રાજકીય કારકીર્દીની શરૂઆત સાથેભાજપમાં વિવિધ જવાબદારી વહન કરી સફળ નેતૃત્‍વની ઓળખ બની ગયા છે. યુવા મોરચાના કાર્યકર્તા તરીકે નેતૃત્‍વની શરૂઆત સાથે ભાજપના એ સંઘર્ષકાળમાં યુવા મોરચાના ઉપપ્રમુખ અને ત્‍યારબાદ પ્રમુખ તરીકેની જવાબદારી દરમ્‍યાન યુવાનોના એક આદર્શ નેતા તરીકે  પ્રસ્‍થાપિત થથા ત્‍યારબાદ શહેર ભાજપના મંત્રી, મહામંત્રી તરીકે જવાબદારી  સંભાળ્‍યા બાદ સતત બીજી ટર્મમાં હાલ અત્‍યંત મહત્‍વની જવાબદારી એવી શહેર ભાજપ પ્રમુખ તરીકેની તેમની ભૂમિકા અત્‍યંત જવાબદારીભરી અને બીન વિવાદાસ્‍પદ રહી છે.

કમલેશભાઇ એક જાગૃત પ્રહરી રહ્યા છે. કોર્પોરેશનમાં  સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન તથા સ્‍ટેન્‍ડીંગ કમિટિના ચેરમેન તેમજ એસ.ટી.બોર્ડ અને કેન્‍દ્રની ટેલીફોન એડવાઇઝરી કમિટિના સભ્‍ય તરીકે તેમનો ફાળો રાજકોટના વિકાસમાં નોંધપાત્ર રહ્યો છે. રૈયા નગરપાલિકાથી રાજકોટ મહાનગરપાલિકાની એમની સફર એક જવાબદારી અને કર્મનિષ્‍ઠ રાજકારણી અને  સમાજસેવકની રહી છે. ભાજપ દ્વારા વિવિધ મહાનગરો, શહેરો અને રાજ્‍યોમાં શ્રી કમલેશભાઇની નિપુણતાને લક્ષમાં લઇ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી અને જવાબદારી સોંપતુ રહ્યું છે અને આ કામગીરીમાં સફળતાપૂર્વક પરીણામ આપતા રહ્યા છે. 

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં ભાજપ દ્વારા પેજ પ્રમુખ અને પેજસમિતિની રચના કરવામાં આવી છે ત્‍યારે રાજકોટ મહાનગર ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ૨ લાખથી વધુ પેજપ્રમુખ બનાવવાનું શ્રેય શહેર ભાજપને જાય છે. તેમજ શહેર ભાજપના પ્રમુખ તરીકે છેલ્લા સાત વર્ષમાં અનેક કાર્યક્રમોની હારમાળા સર્જી શહેરના સંગઠનની એક અનોખી છાપ ઉભી કરી શહેરનું ગૌરવ વધાર્યુ છે.

ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો પર ભાજપ જંગી લીડથી વિજય પ્રાપ્‍ત કરે તે જ જન્‍મદિવસની સાચી ઉજવણી ગણાશે તેમ અંતમાં કમલેશ મિરાણીએ જણાવેલ. (મો.૯૭૧૪૭૦૭૧૧૩)

(3:12 pm IST)