Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

આજી વસાહત પાસે સાઇટ પર નિલેષને વીજ કરંટ લાગતા મોત

ગ્રાઇન્‍ડર મશીન ઉપાડવા જતા શોટ લાગ્‍યો

રાજકોટ,તો ૩ : આજી વસાહતમાં આવેલ કારખાનાની સાઇટ પર ગ્રાઇન્‍ડર મશીનમાં વીજ કરંટ લાગતા એમપીના સગીરનું મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રામનગર શેરી નં. ૭/૧૦માં રહેતો નિલેષ સુનારભાઇ બબેરીયા (ઉવ. ૧૫) ગઇ કાલે મારૂતી મશીનરી નામના કારખાનાની સાઇટ ઉપર પિતા સાથે હતો. ત્‍યારે તે ગ્રાઇન્‍ડર મશીન ઉપાડવા જતા તેને વીજકરંટ લાગતા બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. આ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:34 pm IST)