Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કાલે રાજકોટમાં ૨૮ સેસન સાઈટ પર કોવેક્સીન રસી અને ૩ સેસન સાઈટ પર કોવિશિલ્ડ રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે

કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધાના 84 દિવસ બાદ અને કોવેક્સિનનો બીજો ડોઝ પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ લઇ શકાશે :જાણો ક્યાં સ્થળે કઈ વેક્સીન અપાશે : કયું સ્થળ છે નજીક ?

રાજકોટ : શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૦૪/૦૯/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૨૮ સેસન સાઈટ પર કોવેક્સીન રસી આપવામાં આવશે અને ૦૩ સેસન સાઈટ ખાતે કોવિશિલ્ડ રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે, તેમજ નાગરિકોએ કોવિશિલ્ડ રસી લીધાના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે,
જે સેસન સાઈટ ખાતે કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તેમાં
1) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
2) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી
3) નંદનવન આરોગ્ય કેન્દ્ર
4) શિવશક્તિ સ્કુલ આંગણવાડી કેન્દ્ર
5) નાનામવા આરોગ્ય કેન્દ્ર
6) મવડી આરોગ્ય કેન્દ્ર
7)  આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
8)  શાળા નં. ૨૮, વિજય પ્લોટ
9)  સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ
10)  સદર આરોગ્ય કેન્દ્ર
11)  અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
12)  શેઠ હાઈસ્કુલ
13)  રામનાથપરા આરોગ્ય કેન્દ્ર 
14)  ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
15)  કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો
16)  શાળા નં. ૨૦ બી, નારાયણનગર
17)  જંકશન આરોગ્ય કેન્દ્ર
18)  મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
19)  ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
20)  આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર)
21)  સરદાર સ્કુલ, સંત કબીર રોડ
22)  રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
23)  શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
24)  પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
25)  કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
26)  તાલુકા શાળા (BRC) ભવન
27) શાળા નં. ૪૭, મહાદેવ વાડી,  લક્ષ્મીનગર
28) શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક 
જે સેસન સાઈટ ખાતે કોવિશિલ્ડ રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે તેમાં
1) વેસ્ટ ઝોન ઓફીસ હોલ
2) ઇસ્ટ ઝોન ઓફીસ હોલ
3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક ખાતે રસી અપાશે તેમ જન સંપર્ક અધિકારી( રાજકોટ મહાનગરપાલિકા) ની યાદીમાં જણાવ્યું છે

(7:20 pm IST)