Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રાજકોટના દેવાશિષ જોશીની અનેરી સિદ્ધિઃ લંડનની વિશ્વ વિખ્યાત ઈમ્પીરીયલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો

ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં નિપુણતા મેળવનાર દેવાશિષ બાયોમેડીકલ ક્ષેત્રે ડોકટરેટની પદવી મેળવી મેઈક ઈન ઈન્ડીયા સ્વપ્નને સાકાર કરવાની મહેચ્છા

અકિલા કાર્યાલય ખાતે દેવાશીષ જોશી તથા તેના પિતા કેતનભાઈ જોશી અને આરસીસી બેન્કના મેનેજરશ્રી પ્રકાશભાઈ સંખાવાલા નજરે પડે છે.

રાજકોટ :. આજના  હરિફાઇના યુગમાં અપ્રતિમ સફળતા મેળવવા માટે અથાગ પરિશ્રમ, ઘ્યેય પ્રાપ્ત કરવા માટેનો સંકલ્પ અને ચઢાવ–ઉતારના સંજોગોમાં સ્થિર રહી શકાય એવું મનોબળ જરૂરી છે. રાજકોટ શહેરના નવયુવાન વિદ્યાર્થી દેવાશીષ જોશીએ એક પે્રરણાદાયી ઉદાહરણ આજના વિદ્યાર્થીઓને આપેલ છે.

યુનાઇટેડ કિંગડમની ઇમ્પિરીયલ કોલેજ લંડન, જે વિશ્વની સાતમાં ક્રમાંકની, યુરોપની ત્રીજા ક્રમાંકની અને બ્રિટનની ત્રીજા ક્રમાંકની યુનિવર્સીટી છે. ઇમ્પિરીયલ કોલેજ લંડન તેના અભ્યાસની ગુણવતા અને નવા સંશોધનો માટે વિશ્વ વિખ્યાત છે.ઇમ્પિરીયલ કોલેજ લંડનમાં અભ્યાસ પૂર્ણ કરી, ઘણા વૈજ્ઞાનિકોને તેમના સંશોધનો માટે, નોબલ પારિષોતિક આપવામાં આવેલ છે. ઇમ્પિરીયલ કોલેજ લંડનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી, ટાટા ગૃપના શ્રી સાયરસ મીસ્ત્રી, ભારતી ગૃપના શ્રી કેવીન મિતલ જેવા અનેક ભારતીયો અને વિદેશના મહાનુભાવો આ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી તેમના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી સફળતા સિદ્ઘ કરેલ છે.  

આવી વિશ્વ વિખ્યાત યુનિવર્સીટીમાં ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મેળવવાનો વિચાર કરવો પણ અશકય લાગે, એ યુનિવર્સીસ્ટીમાં માસ્ટર ઇન બાયો મેડીકલ એન્જીનિયરીંગમાં એડમીશન મેળવીને દેવાશીષ કેતન જોશીએ વિદ્યાર્થીઓને માટે એક પે્રરણાદાયી ઉદાહરણ પુરૂ પાડેલ છે. તેઓ ગુજરાતના એકમાત્ર વિદ્યાર્થી છે જેમણે શૈક્ષણિક વર્ષ ર૦ર૧ માટે ઇમ્િ૫રીયલ કોલેજ લંડનમાં એડમીશન મેળવ્યું છે.  દેવાશીષની નાનપણથી જ ગણિત અને ફિઝીકસ પ્રત્યે રૂચી રહેલી છે. તેમની આ વિષયોની નિપુણતાએ તેમના માતા–પિતાને દેવાશીષને વિશ્વની ટોપ ટેન યુનિવર્સીટીમાં ઉચ્ચ અભ્યાસ કરાવવો એ સ્વપ્ન જોવા માટેનો મોકો આપ્યો છે.   

શહેરની નામાંકિત સ્કુલમાં પ્લે હાઉસથી જ ઇન્ટરનેશનલ બોર્ડના વિદ્યાર્થી તરીકે અભ્યાસની શરૂઆત કરી અને માતા ખ્યાતિબેન અને પિતા કેતનભાઈના માર્ગદર્શન, શિક્ષકોની કુશળતા અને તેમની જાત મહેનતથી સૌ પ્રથમ કેમ્બ્રિજ યુનિવર્સીટીની  ધોરણ ૧૦ ની પરિક્ષા ૧૧ વિષયો સાથે સફળતાપૂર્વક પાસ કરી ત્યારબાદ ધોરણ ૧ર ની ઇન્ટરનેશનલ બોર્ડની પરીક્ષા હાયર લેવલના મેથ્સ, ફીઝીકસ અને કેમિસ્ટ્રી જેવા વિષયોમાં ૬/૭, ૭/૭ અને ૭?૭ બેન્ડ સાથે ઉતિર્ણ થયા. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી એવી ઇન્ટરનેશનલ પરિક્ષા SAT  ગણિતમાં ૭૯૦/૮૦૦ અને ઇંગ્લીશમાં ૬૮૦/૮૦૦ માર્કસ મેળવી તેઓએ વિશ્વની પ્રથમ રપ યુનીવર્સીટીમાં એડમીશન મેળવવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરી.

વિશ્વ વિખ્યાત યુનિવર્સીટીમાં એડમીશન લેવા માટે જરૂરી એવી ઇંગ્લીશની નિપુણતા ટેસ્ટ IELTS તેમણે નવમાંથી આઠ બેન્ડ મેળવી પાસ કરી  તેમણે ઇંગ્લીશની રીડીંગ, રાઇટીંગ, સ્પીકીંગ અને લીસનીંગ ની નિપુણતાની યોગ્યતા પ્રાપ્ત કરી. બ્રિટનની ઉચ્ચ યુનિવર્સીટી નવી શોધ અને સંશોધન માટે વિશ્વ વિખ્યાત હોવાથી તેમણે ઇમ્પિરીયલ કોલેજ લંડન, યુનિવર્સીટી કોલેજ લંડન અને કિંગ્સ કોલેજ લંડન જેવી યુનિવર્સીટીમાં એડમીશન માટે અરજી કરી અને બધી જ યુનિવર્સીટીએ તેમને બેચરેલ ડિગ્રીમાં એડમીશન આપેલ.

ડાયરેકટ માસ્ટર ડિગ્રીમાં એડમીશન લેવા માટે જરૂરી એવી પાંચ કલાકની સિલેકશન પ્રક્રિયા કે જેમાં ત્રણ રાઉન્ડ ઇન્ટરવ્યુ, ગુ્રપ ડિસ્કશન અને વિષયોના જ્ઞાન જેવા વિવિધ તબકકાઓની વૈશ્વિક કોમ્પિટીશનમાંથી સફળતા મેળવતા ઇમ્પિરીયલ  કોલેજ લંડનએ તેમને માસ્ટર ઓફ બાયો મેડિકલ એન્જીનિયરીંગમાં એડમીશન આપ્યું.

કોરોના મહામારી દરમ્યાન તેમણે અનુભવ્યુ કે આપણા દેશના મેડીકલ સાધનો અને સંસાધનો પ્રત્યેની વિદેશી કંપનીઓ પરની નિર્ભરતાને દૂર કરવા અને  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના 'મેઇક ઇન ઇન્ડિયા'ના સ્વપ્નને વધારે સાકાર કરવા, દેવાશીષ બાયો મેડિકલ ક્ષેત્રે ડોકટરેટની પદવી મેળવીને વૈજ્ઞાનીક બની ભારત પરત આવીને દેશ અને સમાજની સેવા કરવાની ઇચ્છા ધરાવે છે.

દેવાશીષના પિતા કેતનભાઈ જોષી (મો. ૯૮૨૫૫ ૦૬૧૮૮) સોફટવેર એન્જીનિયર છે અને તેમણે વીસ વર્ષ ધિ રાજકોટ કોમર્શિયલ કો–ઓપરેટિવ બેંક લી. રાજકોટ માં સેવા આપી, AGM અને IT Head તરીકે સ્વૈચ્છિક નિવૃતી લઇ હાલમાં તેઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક ફેમિલી બીઝનેશ સંભાળે છે.

દેવાશીષ કેતનભાઈ જોશી

મો. ૮૮૪૯૩૦૮૫૨૯

(4:24 pm IST)