Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રાજકોટ એરપોર્ટ પરની ઈન્ડીગો-સ્પાઈસ જેટ તથા એર ઈન્ડીયાની ફલાઈટો ફરી રાબેતા મુજબઃ ઈન્ડીગોની ફલાઈટ બપોરે રીપેર થઈ રવાના થતા રન-વે કલીયર

રાજકોટ એરપોર્ટ પર ગઈકાલે બપોર બાદ ઈન્ડીગોની ફલાઈટમાં ખોટકાને કારણે અફડાતફડી મચી હતીઃ રન-વે ઉપર ઈન્ડીગોની ફલાઈટ ખોટકાતા એર ઈન્ડીયા અને ઈન્ડીગોની બીજી ફલાઈટ આવી શકી ન હતી.. એરપોર્ટ કલોઝર જેવુ થયું હતું, પરંતુ આજે બપોરે ૧૨.૩૦ કલાકે ઈન્ડીગોની ફલાઈટ રીપેર થઈ મુંબઈ થઈ રવાના થતા રાજકોટ એરપોર્ટ પુનઃ શરૂ થયું છેઃ અધિકારી સૂત્રોના કહેવા મુજબ ઈન્ડીગો-સ્પાઈસ જેટ તથા એર ઈન્ડીયાની મુંબઈ-દિલ્હી-હૈદરાબાદની ફલાઈટો આજથી ફરી રાબેતા મુજબ છે

(4:06 pm IST)