Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કરણપરાના એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ ૮ મહિલા ઝડપાઈ

એ-ડિવીઝન પોલીસનો દરોડોઃ નવાગામ છપ્પનીયા કવાર્ટરમાંથી ત્રણ અને વૈશાલીનગરમાંથી ચાર પકડાયા

રાજકોટ, તા. ૩ :. કરણપરામાં આવેલા પાવન એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી ૮ મહિલાને જુગાર રમતા પકડી લઈ કાર્યવાહી કરી છે.

મળતી વિગત મુજબ કરણપરા શેરી નં. ૨૪માં આવેલા પાવન એપાર્ટમેન્ટમાં મહિલા જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે એ-ડિવીઝન પોલીસ મથકના પી.આઈ. સી.જી. જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એમ. ભટ્ટ, એએસઆઈ બી.વી. ગોહીલ, ડી.બી. ખેર, હારૂનભાઈ ચાનીયા, હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ, રવીભાઈ વાઘેલા, ક્રિપાલસિંહ, મેરૂભા, હરપાલસિંહ તથા જયરાજસિંહ સહિતે પાવન એપાર્ટમેન્ટમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ફલેટ માલીક કોમલબેન ભાવેશભાઈ હીંડોજા, આમ્રપાલી ફાટક પાસે શ્રીજીનગરના ઉર્મીલાબેન દીલીપભાઈ પાટડીયા, વીણાબેન ઈન્દુભાઈ છડીયા, કોટેચા ચોક નૂતનનગરના જયશ્રીબેન હસમુખલાલભાઈ મેર, શીવસંગમ સોસાયટીના ચંદનબેન અતુલભાઈ હીંડોચા, કરણપરા શેરી નં. ૨૪ના રેખાબેન વીનુભાઈ જાદવ, પ્રહલાદપ્લોટના કલ્પનાબેન કમલેશભાઈ હીંડોચા અને શાસ્ત્રીનગર અજમેરા સોસાયટીના રશ્મીબેન ભાવેશભાઈ ચૌહાણને પકડી લઈ રૂ. ૩૧૧૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં બી-ડીવીઝન પોલીસ મથકમાં એએસઆઈ કર્મદીપભાઈ, કોન્સ. ગોપાલભાઈને બાતમી મળતા નવાગામ છપ્પનીયા કવાર્ટર શેરી નં. ૪માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નવાગામ છપ્પનીયા કવાર્ટર શેરી નં. ૪ના માનસીંગ મોહનભાઈ સોલંકી, અજય લાખાભાઈ કુછડીયા અને લાખા જીવાભાઈ કુછડીયાને પકડી લઈ રૂ. ૧૦,૨૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી ઈન્ચાર્જ પીઆઈ સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એ. ગોહીલ, એએસઆઈ કર્મદીપસિંહ તથા ગોપાલભાઈ દ્વારા કરવામાં આવી હતી.જ્યારે ત્રીજા દરોડામાં રૈયા રોડ પર વૈશાલીનગરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી. રાણા, હેડ કોન્સ. ખોડુભા જાડેજા તથા કોન્સ. દિગ્વીજયસિંહ ગોહીલ સહિતે વૈશાલીનગર શેરી નં. ૫માં દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વૈશાલીનગર શેરી નં., ૫ના જયાબેન મનજીભાઈ ઉર્ફે મનુભાઈ ચૌહાણ, ભુમીબેન રજનીભાઈ હરણેશા, ગીતાબેન વ્રજલાલભાઈ કોટક અને નીતાબેન રાજેશભાઈ દુધરેજીયાને પકડી લઈ રૂ. ૩૭૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(4:05 pm IST)