Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

મ.ન.પા.દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશ ઉત્સવ માટે આયોજનઃ મંડપ સંચાલકો સાથે બેઠક યોજતા અમિત અરોરા

રાજકોટ, તા. ૩ : આગામી સમયમાં ગણપતિ મહોત્સવને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જે અનુસંધાને સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ મંડપ સર્વિસના સંચાલકો અને આયોજકો સાથે ખાસ બેઠક કરી હતી.

બેઠક દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રીએ ઉપસ્થિત લોકોને ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવ ઉજવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ શહેરના વિવિધ જાહેર માર્ગો પર નુકશાન ન થાય, કોવીડ ગાઈડલાઈનનું વ્યવસ્થિત પાલન થાય સાથોસાથ સ્વચ્છતા પણ જળવાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.સ્વચ્છતા અંગે રાજકોટ મહાનગર પાલિકા તરફથી આયોજકોને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે તેમ પણ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

આ બેઠકમાં મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ, આસિ. કમિશનર એચ. કે. કગથરા, એન્ક્રોચમેન્ટ ઓફિસરશ્રી કેપ્ટન પરબત બારીયા તથા શહેરના વિવિધ મંડપ સર્વિસના સંચાલકો અને ગણેશ મહોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

(4:04 pm IST)