Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

બપોરે ૩ વાગે રાજકોટમાં ધુપછાંવ માહોલ વચ્ચે ૨૬ થી ૩૦ કિ.મી.ની ઝડપે ફુંકાતા પવન

છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે રેળા-ઝાપટાનો દોર જારી રહેશે

રાજકોટઃ હવામાન ખાતાએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં સાયકલોનીક સરકયુલેશનની અસર આજ રાત સુધી રહેશે.

આ સિસ્ટમ્સ આવતીકાલે ઉત્તર-પશ્ચિમ દિશામાં શીફટ થઇ જશે. આજનો દિવસ દરિયાપટ્ટીના વિસ્તારોમાં ૧ થી ૨ ઇંચ વરસી જાય.  આવતીકાલથી લોકલ ફોર્મેશનની અસરથી ગાજવીજ સાથે છુટાછવાયા વિસ્તારોમાં વરસી જાય. તા.૬ સપ્ટેમ્બરના બંગાળની ખાડીમાં એક નવુ લોપ્રેસર બનશે જેની અસર સૌરાષ્ટ્રમાં તા. ૯ કે ૧૦ સપ્ટેમ્બરથી દેખાવા લાગશે દરમિયાન રાજકોટ શહેરમાં આજે સવારથી ધુપછાંવ માહોલ વચ્ચે રેળા-ઝાપટાનો દોર ચાલુ છે.

(4:03 pm IST)