Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

''રૂડા'' ની સુચિત ડ્રાફટ ટી.પી. સ્કીમ નં. ૭૭ (વાજડી ગઢ) વિસ્તારની સ્થળ મુલાકાત લેતા ચેરમેન અમિત અરોરા

રાજકોટ : આજરોજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના અધ્યક્ષશ્રી અને કમિશનર રાજકોટ મહાનગરપાલિકા,  અમિત અરોરા દ્વારા સૂચિત ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં.૭૭(વાજડી ગઢ) ના વિસ્તારની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. રૂડામાં તા.૨૬/૦૮/૨૦૨૧ ના રોજ મળેલી બોર્ડ બેઠકમાં જરૂરી મંજૂરી મેળવી સૂચિત ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં.૭૭(વાજડી ગઢ) નો તા.૨૭/૦૮/૨૦૨૧ ના રોજ ઈરાદો જાહેર કરેલ છે. આ ટી.પી.સ્કીમ વિસ્તાર નિર્માણ પામનારા રાજકોટ સ્માર્ટ સિટી વિસ્તારને લાગુમાં છે અને સરકારશ્રી દ્વારા અમૃત મિશન હેઠળ આવરી લીધેલ છે.  અધ્યક્ષ અમિત અરોરા દ્વારા સંબંધિત ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓને સ્થળ મુલાકાત દરમિયાન સૂચિત ટી.પી.સ્કીમ બનાવવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા. જે મુજબ સદરહુ વિસ્તાર રાજકોટ સ્માર્ટ સિટીને લાગુમાં હોય તેને અનુરૂપ રોડ, તથા અન્ય માળખાકીય સુવિધાઓનું સંકલિત આયોજન હાથ ધરવા, કુદરતી સંપદાઓ અને વોટર બોડી મહત્તમ રીતે જળવાય રહે, હયાત બાંધકામોનો FPમાં જ સમાવેશ કરવો, ટી.પી. સ્કીમના લાગુ રસ્તા અને ટી.પી. રોડના સંકલન માટે આયોજન કરવામાં આવશે તેમજ સૂચિત સ્કીમથી જાહેર જનતાને મહત્તમ ફાયદો થાય અને વિકાસના કાર્યો વેગવંતા થાય તે મુજબ સમયબધ્ધ આયોજન પૂર્ણ કરવા સંબધિતોને સૂચનાઓ આપવામાં આવી હતી. રૂડાના ચેરમેન સાથે આ મુલાકાતમાં રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા, સીનીયર ટાઉન પ્લાનર ગાવિત, જુનિયર ટાઉન પ્લાનર અર્થ પટેલ તથા નિર્ઝર પટેલ તેમજ કમિશ્નરના પી.એ. એન.કે. રામાનુજ તથા ડેપ્યુટી એન્જિનિયર શ્રી પરસાણા જોડાયેલ હતાં.

(4:03 pm IST)