Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર અને સાયન્સમાં ભણતી દિકરીની તમામ વ્યવસ્થા કરાવતા કલેકટર

રહેઠાણ-ભણવાની સહિતની તમામ કાર્યવાહી કરવા રેવન્યુ-બાળ સુરક્ષા તંત્રને આદેશો

રાજકોટ તા. ૩ :.. કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર રાજકોટની ધો. ૧ર ની સાયન્સની એક વિદ્યાર્થીની આજે મુખ્યમંત્રી બાળ સહાય યોજના અંતર્ગત કલેકટર સમક્ષ મદદ માટે આવી હતી.

 

કલેકટરે આ વિદ્યાર્થીની પાસેથી તેણીની આજીવિકા, હાલ કોણ સાચવે છે, કયાં રહે છે, ભોજન સહિતની વ્યવસ્થા કેવી છે, ભણવાનો ખર્ચ, કયાં રહે છે, તે તમામ બાબતો જાણી હતી,

આવેલ દિકરીએ ઘર ખાલી કરાવતા હોવાની અને માતા-પિતા કોરોનામાં મૃત્યુ પામ્યાનું જણાવતા કલેકટરે તુર્ત જ પોતાના રેવન્યુ અધિકારી સીટી પ્રાંત, બાળ સુરક્ષા  વિભાગ સહિત કુલ ૪ વિભાગના અધિકારીઓને બોલાવી દિકરીને 'દતક' તરીકે તમામ વ્યવસ્થા કરવા સુચના આપી હતી.

કલેકટરે જણાવેલ કે પોતાને મળવા આવેલ ધો. ૧ર સાયન્સની વિદ્યાર્થીની તમામ પ્રકારે વ્યવસ્થા થશે, મુખ્યમંત્રી બાળ સહાય યોજના અંતર્ગત ભણવા-રહેવા સહિત તમામ બાબતે વ્યવસ્થા થઇ રહી છે.

(3:16 pm IST)