Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રાજકોટ જીલ્લાના 'ગ્રીન ડીસ્ટ્રીકટ વિઝન' ડોકયુમેન્ટને મંજૂર કરતા અરૂણ મહેશબાબુ

આવતા ર૦ વર્ષ સુધીમાં તાલુકા, નગરપાલિકા, પંચાયત વિસ્તારમાં 'ગ્રીન વિઝન'નાં અમલનું આયોજનઃ વૃક્ષારોપણ, ગ્રીન બિલ્ડીંગ, સોલાર પેનલ, ઇલેકટ્રીક વાહનો વગેરેનો રોજીંદા જીવનમાં ઉપયોગ વધારીને કાર્બન ઉત્સર્જન ઘટાડીઃપ્રદુષણ મુકત જીલ્લો બનાવવાની નેમ વ્યકત કરતાં કલેકટર

રાજકોટ તા. ૩ :.. જીલ્લાને પ્રદુષણ મુકિત માટે ગ્રીન ડીસ્ટ્રીકટ વિઝન ડોકયુમેન્ટ કલેકટર તંત્ર દ્વારા તૈયાર કરાવેલ છે. જેમાં આવતાં ર૦ વર્ષ સુધીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા, સોલાર, પવન ચકકી, ઇલેકટ્રીક વાહન જેવા બીન પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરવા અંગેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરાઇ છે. જેનો રાજકોટ જીલ્લાનાં નગરપાલિકા, પંચાયત વિસ્તારો, તાલુકા  વિસ્તારોમાં સરકારી યોજનાઓ તેમજ નાગરીકો દ્વારા અમલ થાય તે માટેનું વિસ્તૃત આયોજન આ ડોકયુમેન્ટમાં છે. આ ડોકયુમેન્ટ મુજબ સરકારી યોજનાઓમાં વૃક્ષારોપણ, ગ્રીન બિલ્ડીંગો બનાવવા, ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ, સી. એન. જી. વાહનોનો ઉપયોગ વધારવો, સોલાર પેનલોનો ઉપયોગ વધારવા સહિતનાં આ યોજનો છે. આમ ગ્રીન ડીસ્ટ્રીકટ ડોકયુમેન્ટને કલેકટર અરૂણ મહેશબાબુએ મંજૂરી આપતાં હવે ટૂંક સમયમાં જીલ્લાનાં ગ્રીન પ્રોજેકટનાં કામો શરૂ થવાના એંધાણ છે.

(3:16 pm IST)