Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ગુજરાતમાં ૧.ર૩ કરોડ વિજ ગ્રાહકોના ખીસ્સા ખંખેરીને ખાનગી ઉત્પાદકોને લાભ કરાવતી સરકારઃ કોંગ્રેસ

ગેસ અને વિજળી મોંઘી થવા પાછળ કેન્દ્ર સરકારની અણઆવડત છતી : કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાંથી રર.૭૮ લાખ કરોડ પ્રજાના ખીસ્સામાંથી સેરવી લીધાઃ પુર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાના આક્ષેપો

રાજકોટ, તા., ૨: પુર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા જણાવે છે કે મોંઘવારી બેકારી ભુખમરો જેવા રાક્ષસો સરકારને ભરખી જશે. રાતોરાત રાંધણગેસમાં રૂપીયા રપ અને કોમર્શીયલ સીલીન્ડરમાં રૂપીયા ૭પનો ભાવ વધારો ઝીંકી દીધો છે. એક તરફ કોરોનાના બીજા બબીજી તરફ બેકારી બેરોજગારી ભુખમરો વગેરેના ખપ્પરમાં પ્રજા હોમાયેલી છે તો ફરી એક વાર ગેસના બાટલાના ભાવવધારોનો વિરોધ છે. ફકત ૮ મહિનામાં જ આ સરકાર દ્વારા ૧૯૦ રૂપીયા એક બાટલા દીઠ વધારવામાં આવેલ છે. જે ખુબ જ વધારે છે. કેન્દ્રમાં કોંગ્રેસની સતા હતી. ર૦૧૪માં ત્યારે એક સીલીન્ડર રૂપીયા ૪૧૦માં મળતો હતો. ભાજપ સાત વર્ષમાં આ સીલીન્ડરના ભાવ રૂપીયા ૮૮૭ એટલે કે બમણા કરતા પણ વધારે ભાવ થયો કોંગ્રેસે ૬૦ વર્ષમાં ૪૧૦ રૂપીયે એક બાટલો બજારમાં મળતો હતો તો ભાજપ હજી પણ સુધરશે નહી તો આગામી દિવસોમાં પ્રજા હાલ જે મુંગા મોઢે સહન કરે છે તે પ્રજાની પણ સહનશકિતની હદ આવી ગઇ છે.

એટલુ જ નહી, ગુજરાત સરકાર ગુજરાતના જ ૧.ર૩ લાખ ગ્રાહકોને સસ્તી વિજળી મળે તેવા પ્રયત્નો કરવાના બદલે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી રૂપિયા ૮ થી ૧૦ ચુકવી ગુજરાતની પ્રજા ઉપર અબજો રૂપિયાનો ભારણ વધારી રહી છે ટાટા વીજ પાવર ઉત્પાદન કરવાની ૪ હજાર મેગાવોટની ક્ષમતા ધરાવે છે અને તે યુનિટ રૂપિયા ત્રણના ભાવે વિજળી આપે છે તેની સાથે સમજૂતી કરાર કરવામાં સરકારને કે તેના અધિકારીઓને કોણ નડે છે તે જ ખબર પડતી નથી. ટાટા પાવરનો વીજ ઉત્પાદન માત્ર ૪૦૦૦ માંથી ૮૧૦ મેગા વોટ કેમ થાય છે તે પણ એક તપાસનો વિષય છે.

એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા એ માઝા મૂકી છે કોંગ્રેસની યુપીએ સરકાર વખતે ર૦૧૪ માં પેટ્રોલ ૭૧ રૂપિયા અને ડીઝલ પ૭ માં લીટર મળતું હતું આજે તમે અને હું જોઇએ છીએ કે પેટ્રોલ રૂપિયા ૧૦૦ પાર કરી ગયું છે અને ડીઝલ રૂપિયા ૧૦૦ એ પહોંચવામાં છે તે જ બતાવે છે કે કોંગ્રેસ ૬૦ વર્ષમાં ૭૧ રૂપિયા અને પ૭ રૂપિયા એ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે તો ભાજપને ત્યારે આ ભાવ મોંઘા લાગતા હતા પરંતુ છેલ્લા સાત વર્ષમાં ભાજપે કેટલો વધારો કર્યો છે તે બધા જોઇ રહ્યા છે આ ભાવ વધારાથી કેન્દ્ર સરકારને ર૩ લાખ કરોડની આવક થઇ છે એક તરફ ર૩ લાખ કરોડ પેટ્રોલ-ડીઝલમાંથી કેન્દ્ર સરકારે મેળવ્યા છે અને હાલ દર મહિને સરેરાશ એક લાખ કરોડ જીએસટી માંથી મેળવે છે તે બધા જ નાણા ગયા કયાં ? આગામી દિવસમાં ગુજરાત અને ભારતની પ્રજા આ સરકાર પાસે હિસાબ માંગશે.

કરોડો અબજો રૂપિયા જીએસટી માંથી પેટ્રોલ-ડીઝલમાંથી જે આવી રહ્યા છે તેમાંથી સરકારે લોકહિતમાં કામ કરવા જોઇએ નહીં કે પોતાની પ્રસિધ્ધી માટે.

(3:15 pm IST)