Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

પેટ્રોલના ભાવ વધારાની અસર ?

શહેરમાં જન્માષ્ટમીના તહેવારોમાં માત્ર ૮૨૧ વાહનોનું વેચાણ

૬૨૪ ટુ વ્હીલર, ૧૬ સીએનજી કાર સહિત ૯૪ વાહનો વેચાયાઃ મ.ન.પા.ને રૂ. ૩૬.૪૧ લાખની વેરા આવક

રાજકોટ,તા. ૩: શહેરમાં જન્માષ્ટી તહેવારોના દિવસોમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર સહિતનાં કુલ ૮૨૧ વાહનો વહેચાતા તંત્રને વાહન વેરાની રૂ. ૩૬.૪૧ લાખની  આવક થવા પામી છે. 

આ અંગે વેરા શાખામાં નોંધાયેલ વિગત મુજબ ૨૫ ઓગસ્ટ ર૦ર૧ થી ૨ સપ્ટેમ્બર ર૦ર૧ સુધીમાં ટુ વ્હીલર ૬૨૪, થ્રી વ્હીલર- સી.એન.જી ૨૨ તથા  ફોર વ્હીલર(કાર) ૯૪ સહિત કુલ ૮૨૧ વાહન વહેચાતા રૂ. ૩૬,૪૧,૫૭૪ ની વેરા આવક થવા પામી હતી.

શહેરમાં સામાન્ય દીવસો કરતાં તહેવારો, સારા દિવસોમાં નવા વાહનો છોડાવવાતા હોય છે આ વખતે માત્ર ૮૨૧ નવા વાહનો વેચાયા હતા. જેનુ કારણ મંદી, કોરોનાની બીજી અસર, પેટ્રોલનો ભાવ વધારાની અસર જવા મળી રહ્યાનું લોક મુખમાં ચર્ચાઇ રહ્યુ છે.

(3:15 pm IST)