Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

૭મીએ ઓપન રાજકોટ ફૂટબોલ ટૂર્નામેન્ટ

દિનેશભાઈ ગોસાઈ અને પીટર જેકના સ્મરણાર્થે

રાજકોટ,તા.૩: રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ ડીસ્ટ્રીકટ ફૂટબોલ એસોસીએશન અને એ.જી. ઓફીસનાં સહયોગથી સ્વ.દિનેશભાઈ ગોસાઈ તથા સ્વ.પીટર જેકની યાદમાં ઓપન રાજકોટ સીનીયર ભાઈઓની ફૂટબોલ ટુર્નામેન્ટ તા.૭ સપ્ટેમ્બરના મંગળવારના રોજ રેસકોર્ષ ફૂટબોલ ગ્રાઉન્ડમાં બપોરના ૩ કલાકે યોજેલ છે.

આ પ્રસંગે મેયર પ્રદીપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, બીરેનભાઈ પરમાર (પ્રિન્સીપાલ એકાઉન્ટન્ટ જનરલ) ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ફૂટબોલ એસોસીએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા રોહિતભાઈ બુંદેલા, ડી.વી.મહેતા, મુકેશભાઈ બુન્દેલા, મુનાભાઈ બોરાશી, રાજેશભાઈ ચૌહાણ, ટેરેશભાઈ ફર્નાન્ડીશ, શ્રેશયભાઈ ઠાકર, જયેશભાઈ કનોજીયા, અજયભાઈ ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:14 pm IST)