Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

યુવા તરવૈયાઓને માર્ગદર્શન

રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશન દ્વારા રાજકોટ ખાતે શ્રી મેજર ધ્યાનચંદજીના જન્મજયંતિ નિમિતે રાજકોટના લોંગ ડિસ્ટન્સના ભૂતપૂર્વ લોંગ ડિસ્ટન્સ તરણ ખેલાડીઓ દ્વારા માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમ રાખવામાં આવેલ.

આ ઉપરાંત આગામી સમયમાં દ્વારકાથી સોમનાથ સમુદ્ર ત્રણ એકસ્પડીસન કાર્યક્રમમાં જરૂરી સુવિધા તથા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા રાજકોટના પાર્થભાઇ બાણુંગરીયા તથા દિપાલીબેન પટેલ કે જેઓ ભુતકાળના લાંબા અંતરની સ્પર્ધાના આંતરરાષ્ટ્રીય વિજેતા ખેલાડી છે. તસ્વીરમાં પાર્થ બાણુંગરીયા, દિપાલીબેન પટેલ, કોચ બંકીમ જોષી, કોસ્ટગાર્ડના અધિકારી કૌશીક ડેસર, યશભાઇ દોશી તેમજ ખેલાડીઓ મૈત્રી જોષી, વેનેસા શુકલા, આર્યન જોષી વેદાંત જોષી, સહેજાન મુરીમા, જયોતિરમય, લવિત્ર ખોખર નજરે પડે છે.

(2:45 pm IST)