Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

'આપ' દ્વારા વોર્ડ નં. ૧૧ માં મીઠાઇ વિતરણ

જન્માષ્ટમી નિમિતે આમ આદમી પાર્ટી વોર્ડ નં. ૧૧ દ્વારા શહેર ઉપપ્રમુખ ચેતનભાઇ કમાણીના માર્ગદર્શન હેઠળ વોર્ડ પ્રમુખ પિયુષભાઇ ભંડેરી, વોર્ડ સંગઠન મહામંત્રી દીલીપભાઇ વોરા, વોર્ડ મહામંત્રી રાજેશભાઇ ચુડાસમા તથા વોર્ડ યુવા પ્રમુખ બ્રિજેશભાઇ ફળદુ તેમજ વોર્ડ નં.૧૧ ના કાર્યકરો દ્વારા સ્વભંડોળમાંથી લાડુ, મોહનથાળ, ગાંઠીયાના ૧૫૦૦ પેકેટ તૈયાર કરી જરૂરતમંદ લોકોને ઘરે ઘરે જઇ વિતરણ કરાયુ હતુ. નાના ભુલકાઓને ૩ હજાર નંગ બીસ્કીટના પેકેટનું વિતરણ કરાયુ હતુ. આ સેવા કાર્યમાં રાજદીપસિંહ વાઘેલા, નીતીનભાઇ કાલરીયા, ખીમજીભાઇ વોરા, કપીલભાઇ સોલંકી, પ્રકાશભાઇ ભલાણી, મનોજભાઇ અઘેરા, સંજયભાઇ ભંડેરી, ચંદુભાઇ ભંડેરી, પરેશભાઇ સંખાવરા, રમેશભાઇ ગોજારીયા, ઘનશ્યામભાઇ હરસોડા, સમીરભાઇ ભાલોડીયા, મિતભાઇ પાનસુરીયા, પ્રકાશભાઇ ધમાલ, પ્રિયાંકભાઇ લીંબાસીયા, મિતલબેન માકડીયા, ગીતાબેન ભલાણીનું યોગદાન મળ્યુ હતુ. તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવાયુ છે.

(2:44 pm IST)